શોધખોળ કરો

US-China Tariff War: ટેરિફ વોર વચ્ચે ચીને ટ્રંપને આપ્યો મોટો ઝટકો, જાણો વિગતો  

હવે એવિએશન સેક્ટર પણ અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટેરિફ વોરની ઝપેટમાં આવી ગયું છે. ચીને તેની એરલાઈન્સને અમેરિકન કંપની બોઈંગ પાસેથી જેટની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે.

US-China Tariff War: હવે એવિએશન સેક્ટર પણ અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટેરિફ વોરની ઝપેટમાં આવી ગયું છે. ચીને તેની એરલાઈન્સને અમેરિકન કંપની બોઈંગ પાસેથી જેટની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. ચીનની સરકારે તેની એરલાઈન્સને પણ અમેરિકાથી એરક્રાફ્ટના સાધનો અને તેના પાર્ટસ ખરીદવાનું બંધ કરવા સૂચના આપી છે.

ઉડ્ડયન કંપનીઓ પર ટેરિફની અસર

અમેરિકા હવે ચીનથી થતી આયાત પર 145 ટકા સુધીની ટેરિફ લાદી રહ્યું છે. ચીને અમેરિકન આયાત પર 125 ટકાની વળતી ડ્યુટી લગાવી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ચીનની સરકાર એવી એવિએશન કંપનીઓને મદદ કરવા પર વિચાર કરી રહી છે જે બોઇંગ જેટને લીઝ પર આપે છે અને તેના માટે વધુ ચૂકવણી કરે છે. હાલમાં, બોઇંગ અને સંબંધિત ચીની એરલાઇન્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઉત્પાદન અને ડિલિવરી પર અસર પડશે

એવિએશન ફ્લાઈટ્સ ગ્રુપના ડેટા અનુસાર લગભગ 10 બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટ ચાઈનીઝ એરલાઈન્સના કાફલામાં જોડાવા માટે તૈયાર છે, જેમાં ચાઈના સધર્ન એરલાઈન્સ કંપની, એર ચાઈના લિમિટેડ અને ઝિયામેન એરલાઈન્સ કંપનીના બે-બે વિમાનનો સમાવેશ થાય છે. પ્રોડક્શન ટ્રેકિંગ ફર્મની વેબસાઈટ અનુસાર, કેટલાક જેટ બોઈંગના સિએટલમાં ફેક્ટરી બેઝ પાસે ઉભા છે, જ્યારે અન્ય પૂર્વી ચીનના ઝોઈશાનમાં  ફિનિશિંગ સેન્ટરમાં છે. જે ફ્લાઈટ્સનાં પેપર્સ અને પેમેન્ટ્સ પહેલાથી જ થઈ ચૂક્યાં છે તેમને કેસ-બાય-કેસ આધારે મંજૂરી મળી શકે છે.

બીજા નંબરનું સૌથી મોટું એવિએશન બજાર છે ચીન

ચીન વિશ્વનું બીજું સૌથી મોટું એવિએશન બજાર છે. આગામી 20 વર્ષમાં વૈશ્વિક એરક્રાફ્ટ માંગમાં ચીનનો 20 ટકા હિસ્સો હોવાની અપેક્ષા છે. ગયા અઠવાડિયે અહેવાલો અનુસાર, જુન્યાઓ એરલાઇન્સ બોઇંગ 787-9 ડ્રીમલાઇનર એરક્રાફ્ટની ડિલિવરીમાં વિલંબ કરી રહી હતી જે લગભગ ત્રણ અઠવાડિયામાં ડિલિવર થવાનું હતું. બોઇંગે 2018માં ચીનને તેના કુલ એરક્રાફ્ટના 25 ટકાથી વધુ સપ્લાય કર્યા હતા, પરંતુ 2019માં બે એરક્રાફ્ટના ક્રેશ થયા પછી, બોઇંગ 737 મેક્સને ગ્રાઉન્ડ કરનાર ચીન પ્રથમ હતું.

વર્ષ 2024માં બોઇંગની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા હતા, જ્યારે જાન્યુઆરીમાં ઉડાનમાં પ્લેનનો એક ડોર પ્લગ ફાટી ગયો હતો. ચીને પહેલેથી જ એરબસ SE તરફ ઝુકાવ દર્શાવ્યું છે. જ્યારે ઘરેલું સ્તર પર બનેલા  COMAC C919 પણ બોઇંગનો વિકલ્પ બની રહ્યું છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget