Coronavirus: ચીનમાં હાહાકાર બાદ હવે યુરોપમાં પણ કોરોનાએ દીધી દેખા, શું ભારતમાં સ્થિતિ થશે બેકાબુ?
ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો એમ પણ કહી દીધું છે કે, જેને પણ સંક્રમણ લાગવાનું હોય તેમને લાગવા દો.
COVID-19 crisis in China : ચીનમાં કોરોના વાયરસે ફરી એકવાર હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. અહીં સ્થિતિ એ હદે વણસી છે કે 80 કરોડ લોકો પર ખતરો મંડરાવવા લાગ્યો છે. અહીં કોવિડ-19 પ્રતિબંધો હટાવાતા જ કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. માત્ર ચીનમાં જ નહીં પરંતુ યુરોપ સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધતા ફરી એકવાર કોરોનાની લહેરને લઈને ફફડાટ શરૂ થયો છે. મહામારી નિષ્ણાતોનો અંદાજ છે કે ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી આગામી 90 દિવસમાં ચેપગ્રસ્ત થઈ શકે છે અને મૃત્યુ પામી શકે છે.
ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ તો એમ પણ કહી દીધું છે કે, જેને પણ સંક્રમણ લાગવાનું હોય તેમને લાગવા દો. જેને મરવાની જરૂર છે તેમને મરવા દો. જેને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો છે કે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા એક દિવસમાં બમણી થઈ શકે છે.
ભારતમાં ફેલાયો કોરોના : NTAGI ચેરમેને આપી માહિતી
હવે સૌથી મોટી ચિંતા એ છે કે, શું ભારત પણ ફરી એકવાર કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે? આ પ્રશ્નોના જવાબ કોવિડ 19 વર્કિંગ ગ્રૂપ NTAGI (કોવિડ 19 વર્કિંગ ગ્રૂપ NTAGI)ના અધ્યક્ષ એન.કે. અરોડાએ આપ્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, તેમણે કહ્યું હતું કે, આપણે જોઈ રહ્યાં છીએ કે ચીનમાં વ્યાપકપણે કોવિડ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જ્યાં સુધી ભારતની વાત છે તો ભારતમાં મોટા પ્રમાણમાં લોકોને કોરોના વોરૂદ્ધ રસી લગાવી દેવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને પુખ્ત વયની વસ્તીને વેક્સીન આપી દેવામાં આવી છે.
એન.કે. અરોરાએ આગળ ઉમેર્યું હતું કે, INSACOG ડેટાના આધારે જાણવા મળે છે કે, વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળતા ઓમિક્રોનના લગભગ તમામ સબ-વેરિએંટ ભારતમાં જોવા મળે છે. એવા કોઈ સબ-વેરિએંટ નથી કે જે ભારતમાં ના દેખાયોહોય. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ગભરાવાની જરૂર નથી કારણ કે સ્થિતિ નિયંત્રણમાં છે.