શોધખોળ કરો

Greece: ગ્રીસ કોસ્ટ ગાર્ડના જહાજ સાથે ટકરાઈ પ્રવાસીઓની હોડી, 14 લોકોના મોત

ગ્રીસના પૂર્વીય એજિયન ટાપુ ચિયોસ નજીક એક સ્પીડબોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડના જહાજ સાથે ટકરાતા ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.

ગ્રીસના પૂર્વીય એજિયન ટાપુ ચિયોસ નજીક એક સ્પીડબોટ અને ગ્રીસ કોસ્ટ ગાર્ડના જહાજ સાથે ટકરાતા ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા. ગ્રીક કોસ્ટ ગાર્ડે મંગળવારે અહેવાલ આપ્યો કે 24 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડના બે અધિકારીઓ પણ ઘાયલ થયા છે. સ્પીડબોટમાં કેટલા લોકો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.

બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે, જેમાં ચાર પેટ્રોલિંગ જહાજો, એક હેલિકોપ્ટર અને ડાઇવર્સ સાથેની એક ખાનગી બોટનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાએ જાહેર કરેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધાબળામાં લપેટાયેલા એક વ્યક્તિને કોસ્ટ ગાર્ડ બોટમાંથી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો છે અને બે બાળકોને પણ ત્યાં લઈ જવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડે એમ પણ જણાવ્યું હતું કે અથડામણ કેવી રીતે થઈ અથવા મૃતકોની ઓળખ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

અકસ્માત કેવી રીતે થયો?

કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે તેમણે ચિઓસ તરફ જતી એક શંકાસ્પદ બોટ જોઈ અને તેને પાછી વાળવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓનો દાવો છે કે દાણચોરોએ જાણી જોઈને બોટને કોસ્ટ ગાર્ડના જહાજ તરફ દોરી હતી, જેના કારણે ગંભીર અથડામણ થઈ હતી. જોકે, સ્વતંત્ર રીતે પુષ્ટી થઈ શકી નથી કે ટક્કરનું ચોક્કસ કારણ શું હતું. 

ગ્રીસ યુરોપિયન યુનિયનનો મુખ્ય પ્રવેશદ્વાર છે

ગ્રીસ યુરોપિયન યુનિયનનો મુખ્ય પ્રવેશદ્વાર છે, ખાસ કરીને યુદ્ધ અને ગરીબીથી ભાગી રહેલા લોકો માટે. આ માર્ગ પર સુરક્ષાના અભાવ અને તોફાની સમુદ્રને કારણે અકસ્માતો વારંવાર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રીસ અને ઘણા EU દેશોએ સ્થળાંતર નિયમો કડક કર્યા છે. આમાં દેશનિકાલ ઝડપી બનાવવા અને અટકાયતમાં વધારો શામેલ છે. વધુમાં યુરોપિયન દેશોમાં સ્થળાંતર એક સતત ચર્ચાનો વિષય છે. કેટલાક દેશોમાં જમણેરી પક્ષોનો પ્રભાવ વધ્યો છે અને નિયમો વધુ કડક બન્યા છે. પરિણામે આશ્રય મેળવનારા લોકોની સંખ્યા હવે પહેલા જેવી રહી નથી.                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget