શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2751 લોકોનાં નિપજ્યાં મોત? કુલ આંકડો જાણીને ચોંકી જશો
કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં છવાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ અમેરિકામાં તેનું સૌથી વધારે વિકરાળ રૂપ જોવા મળ્યું છે.
કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં છવાયેલો જોવા મળી રહ્યો છે. પરંતુ અમેરિકામાં તેનું સૌથી વધારે વિકરાળ રૂપ જોવા મળ્યું છે. કોરોનાનાં કહેરથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં કોવિડ-19 મહામારીથી રોજ મોતનો નવો રેકોર્ડ બને છે. છેલ્લાં 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસથી 2751 લોકોનાં મોત નિપજ્યાં છે. અમેરિકન સમય મુજબ, મંગળવારે જોન હોપકિન્સ યૂનિવર્સિટીએ તેની સુચના આપી હતી. જોન હોપકિન્સ યૂનિવર્સિટીનાં આંકડા પ્રમાણે, અમેરિકામાં કોવિડ-19 મહામારીનાં હવે 8,00,000 કન્ફર્મ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે 44,845 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. વિશ્વના મોટાભાગના દેશોમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં એક લાખ 77 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 25.29 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા પ્રમાણે, વિશ્વભરમાં કુલ 25,29,481 લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,74,655 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં, વિશ્વભરમાં 6,67,624 લોકો તેના ચેપથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે.
અમેરિકામાં કોરોનાએ વિશ્વના સૌથી વધુ લોકોને ચેપ લગાડ્યો છે અને ત્યાં સૌથી વધુ મોત પણ નિપજ્યાં છે. વિશ્વની મહાસત્તા અમેરિકામાં અત્યાર સુધીમાં 8,02,159 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 44,845 લોકોનાં મોત નિપજ્યાં છે. યુ.એસ.માં આમાંથી 72,985 લોકો સ્વસ્થ થયા છે. મોતનાં મામલામાં અમેરિકા બાદ સૌથી ગંભીર રૂપે પ્રભાવિત યુરોપનો દેશ ઈટલીમાં અત્યાર સુધીમાં 24,668 લોકોનાં મોત થયા છે. અને અત્યાર સુધીમાં 1,83,957 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion