શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

અમેરિકામાં 24 કલાકમાં જ કોરોનાથી બે હજારનાં મોત, કોરોનાના કારણે મોતમાં દુનિયામાં નંબર વન, જાણો કુલ કેટલાનાં મોત?

દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં હોય

દુનિયાભરમાં કહેર વર્તાવનાર કોરોના વાયરસે અમેરિકામાં કોહરામ મચાવી દીધો છે. અમેરિકા પ્રથમ એવો દેશ છે જ્યાં એક જ દિવસમાં કોરોનાની મહામારીથી બે હજારથી વધુ લોકોના મોત નિપજ્યાં હોય. મોત મામલે અમેરિકાએ ઈટલીને પણ પાછળ છોડી દીધું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધુ મોત અને સંક્રમિત લોકોનીં સંખ્યા અમેરિકામાં છે. જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલના આંકડા અનુસાર શનિવાર સવારે દેશમાં મૃતકોનો આંકડો 20,577 પર પહોંચી ગયો છે જે ઈટલી કરતા વધુ છે. ઈટલીમાં કોરોનાએ 19,468 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 1,52,271 પર પહોંચી ગઈ છે. અમેરિકામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 532,879 થઈ ગઈ છે. ન્યૂયોર્કમાં કુલ 1,80,548 લોકો કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે. ન્યૂયોર્કમાં આ વાયરસથી 8627 લોકોના મોત થયા છે. જ્યારે ન્યૂ જર્સીમાં 2,183 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 58 હજારથી વધુ સંક્રમિત છે. વિશ્વભરમાં આ જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 17,54,362 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં 1,07,030 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે 393,739 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે અને સાજા થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા પ્રમાણે, 52 દેશોમાં કોરોના સામે લડાઈ લડી રહેલા 22 હજાર 73 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમણનો ભોગ બન્યા છે. WHOના મતે સ્વાસ્થ્ય કર્મચારીઓને પુરતા પ્રમાણમાં સુરક્ષાના સાધનો આપવા જોઈએ. તેઓ માટે સારા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. યુરોપમાં કુલ કેસ 8.53 લાખ અને મૃત્યુઆંક 73 હજાર 625 નોંધાયો છે. એશિયાની વાત કરવામાં આવે તો, કુલ કેસ બે લાખ 87 હજાર 318 અને મૃત્યુઆંક 10 હજાર 600 સામે આવ્યા છે. પોઝિટિવ કેસની બાબતમાં ભારત એશિયામાં છઠ્ઠા નંબરે છે. ચીન, ઈરાન, તૂર્કી, ઈઝરાયલ અને દ. કોરિયામાં ભારત કરતા વધારે કેસ નોંધાયા છે.
દેશ કેસ મોત
અમેરિકા 532,879 20,577
સ્પેન 163,027 16,606
ઈટાલી 152,271 19,468
ફ્રાન્સ 129,654 13,832
જર્મની 125,452 2,871
ચીન 82,052 3,339
બ્રિટન 78,991 9,875
ઈરાન 70,029 4,357
તુર્કી 52,167 1,101
બેલ્જિયમ 28,018 3,346
સ્વિત્ઝરલેન્ડ 25,107 1,036
નેધરલેન્ડ 24,413 2,643
કેનેડા 23,318 653
બ્રાઝીલ 20,962 1,140
પોર્ટુગલ 15,987 470
ઓસ્ટ્રિયા 13,806 337
રશિયા 13,584 106
ઈઝરાયલ 10,743 101
દક્ષિણ કોરિયા 10,512 214
સ્વિડન 10,151 887
આયરલેન્ડ 8,928 320
ભારત 8,446 288
ચીલી 6,927 73
પેરુ 6,848 181
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget