શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં કોરોનાનો કાળો કહેર: 24 કલાકમાં કેટલા લોકોનાં નિપજ્યાં મોત? આંકડો જાણીને ચોંકી જશો
અમેરિકામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો 7 હજાર પાર પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે મોત ન્યૂયોર્કમાં નિપજ્યાં છે. જ્યાં 3 હજારથી વધુ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે.
વોશિંગ્ટનઃ કોરોનાનો કહેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે ત્યારે શુક્રવારે અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,480 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. આ વાયરસના કારણે કોઈ પણ દેશમાં એક દિવસની અંદર થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. તેનાથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે અમેરિકામાં 1,169 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
જોન હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકરના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે રાત્રે 8.30થી શુક્રવાર રાત્રે 8.30 વાગ્યા સુધીમાં 1,480 લોકોનાં મોત નિપજ્યાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો 7 હજાર પાર પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે મોત ન્યૂયોર્કમાં નિપજ્યાં છે. જ્યાં 3 હજારથી વધુ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે.
સારી ગુણવત્તાવાળા મેડિકલ સપ્લાઈની ઉણપને લઈને મેડિકલ સ્ટાફ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા રાજ્યમાં ઠેર-ઠેર નર્સો અને અન્ય હેલ્થ સ્ટાફનું પ્રદર્શન યથાવત્ જોવા મળી રહ્યું છે. તેમની માગ છે કે, સરકાર તેમને સારા ઉપકરણો ઉપલબ્ધ કરે કારણ કે જો તેના અભાવથી તેમનો જીવ જતો રહ્યો તો પછી લોકોને બચાવવા મુશ્કેલ થઈ જશે.
અમેરિકામાં સ્થિતિ કથળી રહી છે. સમગ્ર દેશમાં 276,500 લોકો કોરોના સંક્રમિત છે. હવે સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સેનાની જવાબદારી વધારાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સેનાને માત્ર મેકશિફ્ટ હોસ્ટિપલો બનાવવું કામ સોંપવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, યુદ્ધ જેવી આ સ્થિતિ સામે લડવા માટે કોઈ સારી રીતે તૈયાર નથી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે પોતાના પ્રયાસ અંતર્ગત સેનાની જવાબદારી વધારવા જઈ રહ્યો છું. કારણ કે યુદ્ધ જેવી આ સ્થિતિ સામે લડવા માટે કોઈ સારી રીતે તૈયાર નથી. આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ. એક અદ્રશ્ય દુશ્મન સામે ઊભો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion