શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: ઓક્સફોર્ડે વેક્સીનનું ટ્રાયલ કેમ રોકવું પડ્યું ? જાણીને ચોંકી જશો
વેક્સીનનું ટ્રાયલ રોકવાની અસર એસ્ટ્રાજેનેકાની બાકી વેક્સીન ટ્રાયલ્સ પર પણ પડી છે. વેક્સીન નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહેલી અન્ય ક્લીનિકલ ટ્રાયલ્સ પણ તેનાથી પ્રભાવિત થયા છે.
નવી દિલ્હીઃ કોરોનાની રસીને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોરોના રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ અમેરિકામાં રોકી દેવામાં આવ્યું છે. કોરોના રસીની રસેમાં સૌથી આગળ ચાલી રહેલી આ વેક્સીનનું ટ્રાયલ સ્થગિત થવાથી વિશ્વની આશાને મોટો ફટકો લાગ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, બ્રિટનમાં વેક્સીન લેનારાએ એક વોલંટિયરમાં ગંભીર આડ અસર જોવા મળ્યા બાદ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી છે.
એસ્ટ્રાજેનેકાના પ્રવક્તાએ સ્ટાન્ડર્ડ રિવ્યૂ પ્રોસેસને સેફ્ટી ડેટા રિવ્યૂની મંજૂરી માટે વેક્સીનને સ્થગિત કરી છે. આ વેક્સીન કેન્ડિડેટનું અમેરિકા અને બ્રિટનમાં અનેક જગ્યાએ ટેસ્ટ થઈ રહ્યા હતા. વેક્સીન લીધા બાદ વોલંટિયરની તબિયત લથડ્યા બાદ તે જલદી રિકવર થવાની આશા છે.
વેક્સીનનું ટ્રાયલ રોકવાની અસર એસ્ટ્રાજેનેકાની બાકી વેક્સીન ટ્રાયલ્સ પર પણ પડી છે. વેક્સીન નિર્માતાઓ દ્વારા કરવામાં આવી રહેલી અન્ય ક્લીનિકલ ટ્રાયલ્સ પણ તેનાથી પ્રભાવિત થયા છે.
કંપનીના પ્રવક્તાએ કહ્યું, આ એક રૂટિન એક્શન છે. જે કોઈપણ ટ્રાયલમાં અસ્પષ્ટ બીમારી થવા પર તેની તપાસ કરે છે. ટ્રાયલ પૂરી ઈમાનદારીથી થાય તે અમે સુનિશ્ચિત કરીશું. ટ્રાયલની ટાઈમલાઈન પર સંભવિત પ્રભાવને ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement