શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં એક આ કંપની ઘરેથી કામ કરનારને આપશે વધારાના 80 હજાર રૂપિયા, જાણો વિગત
કોરોના વાયરલનો ખતરાંને જોતાં હવે ફેસબુકે પોતાના તમામ કર્મચારીઓને જુલાઈ 2021 સુધી વર્ક ફ્રોમ હોમ ઓફર કર્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા જોઈન્ટ ફેસબુક પોતાના તમામ કર્મચારીઓને ઘર પર ઓફિસની જરૂરિયાત વસ્તુઓ માટે 1000 ડોલર અલગથી આપશે
કોરોના વાયરલનો ખતરાંને જોતાં હવે ફેસબુકે પોતાના તમામ કર્મચારીઓને જુલાઈ 2021 સુધી વર્ક ફ્રોમ હોમ ઓફર કર્યું છે. આ સાથે જ સોશિયલ મીડિયા જોઈન્ટ ફેસબુક પોતાના તમામ કર્મચારીઓને ઘર પર ઓફિસની જરૂરિયાત વસ્તુઓ માટે 1000 ડોલર અલગથી આપશે. ફેસબુક પહેલા ગુગલે પણ પોતાના કર્મચારીઓને જૂન 2021 સુધી વર્ક ફ્રોમ હોમ આપી ચૂકી છે.
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપનાર કંપનીઓમાં ટ્વિટર પણ સામેલ છે. ટ્વિટરે કોરોના વાયરસ ખત્મ ન થાય ત્યાં સુધી પોતાના તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનું નક્કી કર્યું છે. આ વર્ષે શરૂઆતથી જ ઘણી મોટી કંપનીઓના કર્મચારીઓ પોતાના ઘરેથી કામ કરી રહ્યાં છે.
ફેસબુકે નિવેદન જાહેર કર્યું હતું કે, સરકાર અને હેલ્ડ એક્સપર્ટ્સની ગાઈડલાઈન્સ પ્રમાણે અમે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ અંગે વાત કરી હતી કે, જુલાઈ 2021 સુધી વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેસબુકે ઘર પર ઓફિસની જરૂરિયાત વસ્તુઓને પૂરી કરવા માટે અલગથી પૈસા આપવાની પણ જાહેરાત કરી છે. ફેસબુકે કહ્યું હું કે, તમામ કર્મચારીઓને પોતાના ઘર પર ઓફિસની જરૂરિયાતો પૂરી કરવા માટે 1000 ડોલર અલગથી આપવામાં આવી રહ્યાં છે.
ફેસબુક ઘણા સ્થાનો પર લિમિટેડ કૈપ્સિટીમાં સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે પોતાની ઓફિસ પણ ચાલુ રાખશે. ફેસબુક પોતાની ઓફિસ ખોલી રહ્યું છે જ્યાં બે મહિનાથી કોરોનાના કેસો બહુ ઓછાં આવી રહ્યાં છે.
પરંતુ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને જોતાં ફેસબુકે યુએસ અને લેટિન અમેરિકામાં આ વર્ષના અંત સુધી પોતાની ઓફિસો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion