શોધખોળ કરો
Advertisement
Coronavirus: શું ચશ્મા વાયરસને ફેલાતો રોકી શકે છે? રીસર્ચમાં થયો આ મોટો ખુલાસો
સંશોધકોએ પોતાના રીસર્ચની તુલના પહેલાના એક રીસર્ચ સાથે કરી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણે કાબુ કરવાના સુરક્ષાત્મક ઉપાયની યાદીમાં એક વધારે ફેક્ટર જોડાઈ ગયું છે. ચીનમાં કરવામાં આવેલ મર્યાદિત રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, ચશ્મા કોવિડ-19ના ચેપને ફેલાતો રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, રીસર્ચ નાના પાયે કરવામાં આવ્યું છે કારણ કે આ એક અવલોકન રીસર્ચ છે.
નાના ગ્રુપ પર કરવામાં આવેલ રીસર્ચને જામા ઓપથેલ્મોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. હુબેઈ પ્રાંતમાં સંશોધકોએ 276 લોકો પર રીસર્ચ કર્યું. તેમણે ચશ્મા પહેરવા અને કોવિડ-19 વિરૂદ્ધ સુરક્ષાની વચ્ચે સંબંધની ઓળખ કરી છે. ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું કે, કેટલા લોકોએ ચશ્મા પહેર્યા છે, ક્યાં સુધી પહેરે છે અને શા માટે પહેરે છે.
શું ચશ્મા પહેરવાથી કોરનોાથી બચી શકાય છે?
રીસર્ચના લેખકોને જાણવા મળ્યું કે, 30 ભાગ લેનાર લોકો ચશ્મા પહેરે છે પરંતુ માત્ર તેમાંથી 16 લોકોને જ એક દિવસમાં આઠ કલાકથી વધારે ચશ્મા પહેર્યા કારણ કે તેમને માયોપિયાની ફરિયાદ હતી. સંશોધકોએ પોતાના રીસર્ચની તુલના પહેલાના એક રીસર્ચ સાથે કરી. જેમાં જાણવા મળ્યું હતું કે, 31.5 ટકા હુબેઈના લોકોને માયોપિયાની ફરિયાદને કારણે ચશ્મા પહેરવા પડ્યા.
માયોપિયાવાળી નાની જનસંખ્યાની કોવિડ-19 સંક્રમણથી તુલના કરતાં સંશોધકોએ શોધ્યું કે, ચશ્મા પહેરીને એક હદ સુધી ચેપથી બચી શકાય છે. તેમણે કલ્પના કરી કે કાચ રોકવાનું કામ કરી શકે છે. એટલે કે લોકો પોતાની આંખને અડવથી દૂર રહી શકે છે. ઉપરાંત વાયરસના સંપર્કમાં આવવાનું જોખમ ઓછું કરે છે.
સંશોધકોએ કહ્યું હાલમાં કોઈપણ સૂચન આપવું ઉતાવળભર્યું હશે
જોકે તેમનું માનવું છે કે હાલમાં આ નાના પાયે સંશોધન છે. માટે પરિણામ સાર્થ ન પણ હોઈ શકે. ઉપરાં માયોપિયાની ફરિયાદવાળા લોકોનો ડેટા પહેલાના રીસર્ચમાંથી લેવામાં આવ્યો હતો. જોન હોપકિન્સ યૂનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના ડોક્ટર લીઝા મારાગાકિસીએ કહ્યું કે, મહામારીની શરૂઆતના મહિનામા રીસર્ચ કરવામાં આવ્યું હતું. માટે આંખોની સુરક્ષાના ફાયદાનું યોગ્ય આકલન કરવું મુશ્કેલ છે.
સંશોધકોનું કહેવું છે કે, હજુ આગળ શોધ કરવાની જરૂરત છે જેથી ચશ્મા અને કોવિડ-19ની વચ્ચે સુરક્ષા સંબંધ હોવાનું શોધી શકાય. જોકે તેમણે સંભાવના વ્યક્ત કરી કે ચશ્મા પહેરવાથી આંખોનો ચોળી અથવા અડવાનું કાચને કારણએ ઓછું થઈ શકે છે. તેમણે કહ્યું કે, લોકોની સુરક્ષાત્મક ઉપાય અંતર્ગત ચશ્મા પહેરવાનું ઉતાવળભર્યું હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement