શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયાભરમાં 24 કલાકમાં 600થી વધુ લોકોના મોત, કુલ આંકડો 7000ને પાર પહોંચ્યો
કાલે ચીનમાં 14 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ચીન, ઇટાલી બાદ સૌથી વધુ કોરોનાનો કહેર ઇરાનમાં પ્રસર્યો છે, અહીં 129 લોકોને કોરોના ભરખી ગયો છે
નવી દિલ્હીઃ દુનિયાભરમા કોરોના વાયરસનો કોહરામા મચી ગયો છે, અને કાતિલ કોરોના દિવસે દિવસે વધુને વધુ લોકોના જીવ લઇ રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં જુદા જુદા દેશોમાં કોરોનાથી લગભગ 638 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ હવે દુનિયાભરમાં કોરોનાથી થયેલી મૃત્યુમાં મૃતકોની સંખ્યા વધીને 7000થી ઉપર પહોંચી ગઇ છે.
કોરોનાથી મૃત્યુ પામનારમાં સૌથી વધુ સંખ્યા ઇટાલીમાં છે. ઇટાલીમાં આ આંકડો સતત વધી રહ્યો છે. ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 349 લોકોના મોત થયા છે. વળી ચીનમાં સંખ્યા ઘટીને હવે 13 પર આવી ગઇ છે. કાલે ચીનમાં 14 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ચીન, ઇટાલી બાદ સૌથી વધુ કોરોનાનો કહેર ઇરાનમાં પ્રસર્યો છે, અહીં 129 લોકોને કોરોના ભરખી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં કયા દેશમાં કેટલા લોકો મોતને ઘાટ ઉતર્યા.......
ચીનમાં છેલ્લા 24 કલાકમાં 13ના મોત, કુલ 3226 લોકોના મોત
ઇટાલીમાં છેલ્લા 24 કલાકમાં 349 લોકોના મોત, કુલ 2158 લોકોના મોત
ઇરાનમાં છેલ્લા 24 કલાકમાં 129 લોકોના મોત, કુલ 853 લોકોના મોત
સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 48 લોકોના મોત, કુલ 342 લોકોના મોત
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત, કુલ 148 લોકોના મોત
દુનિયાભરમાં આ પાંચ દેશોમાં કોરોનાનો ખતરો સૌથી વધુ છે. આ ઉપરાંત અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં પણ કોરોનાનો કહેર યથાવત છે.
એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 19, બ્રિટનમાં 20 અને જર્મનીમાં 4 લોકોના કોરોનાથી મોત થયાના સમાચા્ર છે. ઉપરાંત જાપાન, સ્વીડન, કેનેડા, ઇજિપ્ત અને પોર્ટુગલ સહિત 21 દેશોમાં પણ કોરોનાના કારણે લોકો મૃત્યુ પામ્યા છે.
નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ વાયરસથી રિકવર કરવા વાળા લોકોમાં 79 હજારથી વધુ લોકો છે. હજુ પણ દુનિયાભરમાં લગભગ 1 લાખથી વધુ કોરોના કેસ એક્ટિવ છે, આમાંથી 6 હજારથી વધુ લોકોની હાલત હજુ પણ ખરાબ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement