China Covid-19 Cases: ચીનમાં સ્ટીલ્થ ઓમિક્રોનનો ફફડાટ, જાણો 5 મોટા અપડેટ
Covid cases in China: ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. એક દિવસમાં કેસ બમણા થઈ ગયા છે. આજે ચીનમાં 5280 નવા કેસ આવ્યા છે.
Corona Cases China: ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. એક દિવસમાં કેસ બમણા થઈ ગયા છે. આજે ચીનમાં 5280 નવા કેસ આવ્યા છે. જે અહીં મહામારીના દિવસો બાદનો સૌથી મોટો આંકડો છે. હાલ ચીન અત્યંત ચેપી 'સ્ટીલ્થ ઓમિક્રોન' વેરિઅન્ટ દ્વારા સંચાલિત બહુવિધ પ્રકોપ સામે લડી રહ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ચીનમાં કોવિડ કેસોમાં વધારા અંગેના આ ટોચના પાંચ અપડેટ્સ
બે વર્ષ બાદ સૌથી વધુ કેસ
ચીનમાં આજે નોંધાયેલા કેસ મહામારીની શરૂઆત પછી નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. ચીનના વુહાનમાં કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, દેશમાં 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ 15,000 થી વધુ કેસ નોંધાયા હતા.
'સ્ટીલ્થ ઓમિક્રોન' કેસમાં વધારો
ડબલ્યુએચઓ એ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા તથા ઓમિક્રોન વેરિઅન્ટ મળીને વિકસિત થઈ રહેલો નવો વેરિઅન્ટ ચોથી લહેર લાવી શકે છે. સ્ટીલ્થ ઓમિક્રોન" તરીકે ઓળખાતો અને ઝડપથી ફેલાતો પ્રકાર ચીનમાં દૈનિક કોવિડ કેસોમાં આ અભૂતપૂર્વ ઉછાળાનું કારણ બની રહ્યું છે. 'સ્ટીલ્થ ઓમિક્રોન' - અથવા BA.2 સબ-વેરિઅન્ટ, મૂળ ઓમિક્રોન સ્ટ્રેન કરતાં 1.5 ગણું વધુ ટ્રાન્સમિસિબલ હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે.
10 શહેરોમાં લોકડાઉન
નવી લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવાયું છે. 3 કરોડથી વધારે લોકો ફરીથી ઘરમાં કેદ થયા છે. નવી લહેરની સૌથી અસર જિલિન પ્રાંતમાં જોવા મળી રહી છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસરાન છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જિલિન પ્રાંતમાં 3000 નવા કેસ આવતાં ફફડાટ ફેલાયો છે.
ઝીરો-ટોલરન્સ સ્ટ્રેટેજી પર ચીનનો જવાબ
વુહાનમાં કેસ ફાટી નીકળ્યા પછી મેઇનલેન્ડ ચાઇનામાં પ્રમાણમાં ઓછા ચેપ જોવા મળ્યા હતા. કારણકે તે સમયે સરકારે તેની ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી પર ભાર મૂક્યો હતો. જેમાં સખત લોકડાઉન રાખીને કોરોના વાયરસના ફેલાવાને અટકાવા ભાર મૂકવામાં આવ્યો હતો. ફરી આ વખત આમ કરવામાં આવી રહ્યું છે. ચીનના ડો. ઝાંગ વેનહોગે કહ્યું, આપણે ઝીરો કોવિડ નીતિ પર ચર્ચા કરવાના બદલે મહામારી રણનીતિઓ તરત લાગુ કરવી જોઈએ.
બિઝનેસ સપ્લાઇ ચેનને લાગી શકે છે ફટકો
છેલ્લા એક સપ્તાહમાં બીજિંગ, શાંઘાઈ, ગ્વાંગડોંગ, શેડોંગ સહિત અનેક શહેરોમાં કેસની ગતિ વધી છે. નોમુરાએ એક નોંધમાં કહ્યું કે, નવા કેસના કારણે ચીનનું અર્થતંત્ર ફરીથી પ્રભાવિત થઈ શકે છે. ન્યૂઝ એજન્સા બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ Apple Inc. iPhones ની સૌથી મોટી નિર્માતા તેની શેનઝેન સાઇટ્સ પર ઉત્પાદન અટકાવી રહી છે જ્યારે Toyota Motor Corp. અને Volkswagen AG માટે કાર બનાવતા પ્લાન્ટમાં આઉટપુટ ખોરવાઈ ગયું છે.
Nearly 30 million under lockdown in China as virus surges.
— AFP News Agency (@AFP) March 15, 2022
At least 11 cities and counties are in lockdown and others, including Shanghai, have sealed off neighbourhoods and buildings, as authorities try to enforce the strict "zero-Covid" strategyhttps://t.co/jmeNnQWXuG pic.twitter.com/XQYkJSBMOV