શોધખોળ કરો
Advertisement
Coronavirus: વિશ્વમાં 24 કલાકમાં 1 લાખ નવા કેસ ઉમેરાયા અને 5000 લોકોના મોત, કુલ સંક્રમિત 58 લાખને પાર
વિશ્વભરમાં કુલ મામલામાં ત્રીજા ભાગના મામલા આશરે અમેરિકામાં છે અને કુલ મોત પૈકી એક તૃતીયાંશ મોત પણ અમેરિકામાં થયા છે.
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ વિશ્વભરના 213 દેશોમાં પગપેસારો કરી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ ત્રણ હજાર નવા કોરોનાના મામલા સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5,186નો વધારો થયો છે. વિશ્વભરમાં આશરે 74 ટકા કોરોના મામલા માત્ર 12 દેશોમાં જ છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 42.70 લાખ છે.
વિશ્વભરમાં કુલ મામલામાં ત્રીજા ભાગના મામલા આશરે અમેરિકામાં છે અને કુલ મોત પૈકી એક તૃતીયાંશ મોત પણ અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ યૂકેમાં સૌથી વધારે મોત થયા છે. યૂકેમાં મૃતકોની સંખ્યા રશિયા, સ્પેન અને બ્રાઝીલથી ઓછી છે. જે બાદ ઈટાલી, ફ્રાંસ, જર્મની, તુર્કી, ઈરાન અને ભારત જેવા દેશો સૌથી વદારે પ્રભાવિત છે.
- અમેરિકાઃ કેસ- 17,45,800, મોત- 1,02,109
- બ્રાઝીલઃ કેસ- 4,11,821, મોત- 25,598
- રશિયાઃ કેસ- 3,70,680, મોત-3,968
- સ્પેનઃ કેસ- 2,83,849, મોત-27,118
- યૂકેઃ કેસ- 2,67,240, મોત- 37,460
- ઈટાલીઃ કેસ- 2,31,240, મોત- 33,072
- ફ્રાંસઃ કેસ- 1,82,913, મોત- 28,596
- જર્મનીઃ કેસ- 28,596, મોત- 8,533
- તુર્કીઃ કેસ- 1,59,797, મોત- 4,431
- ભારતઃ કેસ- 1,58,086, મોત- 4,534
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
અમદાવાદ
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion