શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકામાં કોરોનાથી 1.50 લાખ મોત, સતત 22મા દિવસે નોંધાયા 50 હજારથી વધારે કેસ
અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,66,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને 8,544 લોકોના મોત થયા છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસના કારણે મરનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે, જે વિશ્વભરમાં સૌથી વધારે સંખ્યા છે. તાજા આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોના સંક્રમણના 60 હજારથી વધારે નવા મામલા આવ્યા છે, જ્યારે 577 લોકોના મોત થયા છે. મહાસત્તા અમેરિકામાં સતત 22માં દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા મંગળવારે સવાર સુધીમાં વદીને 44 લાખને પાર થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 1,50,425 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 21.32 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 48.13 ટકા છે. 21 લાખ 48 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.
અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,66,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને 8,544 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,40,235 કોરોના દર્દીમાંથી 33,109 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે. દેશના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વ્હાઇટ હાઉસે તેની પુષ્ટિ કરી છે. ઓબ્રાયન સેલ્ફ આઇસોલેટ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement