શોધખોળ કરો

શ્વાસ લેવાથી અને બોલવાથી પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસઃ અમેરિકાના વૈજ્ઞાનિકનો દાવો

હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે.

કેલિફોર્નિયાઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને લઈ અનેક પ્રકારની સ્ટડીઝ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના સામાન્ય લક્ષણોમાં શરદી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં ખારાશ જેવી સમસ્યા છે. આ લક્ષણો ઉપરાંત શ્વાસ લેવા અને બોલવાથી કોરોના વાયરસ ફેલાઇ શકે છે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે આ દાવો કર્યો છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં ઈન્ફેકશસ ડિઝીસના પ્રમુખ અંથોની ફૉસીએ અમેરિકાની ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું, તાજેતરમાં મળેલી સૂચનાઓના આધારે એ વાત સામે આવી છે કે આ વાયરસ વાત કરવાથી પણ ફેલાય છે. તેથી બીમાર લોકો ઉપરાંત આમ આદમીએ પણ માસ્ક પહેરવા જોઈએ. આ પહેલા નેશનલ એકેડેમી ઓફ સાયન્સે પણ વ્હાઇટ હાઉસને પત્ર લખીને આ રિસર્ચ અંગે જણાવ્યું હતું. એનએએસનું કહેવું હતું કે, આ શોધના પરિણામો અંગે કંઈ કહી શકાય નહીં. પરંતુ તાજેતરના સંશોધન મુજબ શ્વાસ લેવાથી આ વાયરસનું એરોસોલાઇઝેશન થઈ શકે છે, એટલે કે હવાથી પણ ફેલાઇ શકે છે. આ પહેલા અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું હતુ કે, કોરોના વાયરસ બીમાર લોકોની છીંક અને ઉધરસથી નીકળતી લાળથી પણ ફેલાય છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે SARS-CoV-2 વાયરસ એરોસોલ બની શકે છે અને હવામાં ત્રણ કલાક સુધી રહી શકે છે. હાલ વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકો આ સંક્રમણના ભરડામાં આવી ગયા છે, જ્યારે 82 હજારથી વધારે લોકોના મોત થયા છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા 4700ને પાર કરી ગઈ છે.

ટોપ સ્ટોરી

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
2100માં દુનિયાનો અંત કેવી રીતે થશે? લેન્સેટ રિપોર્ટમાં AI અને પરમાણુ યુદ્ધ વિશે મોટો ખુલાસો
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget