શોધખોળ કરો
Advertisement
કોરોનાનો હાહાકાર: ઈટાલીમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર, વિશ્વભરમાં 30 હજારથી વધુનાં મોત
દુનિયાભરમાં કોરોના 30 હજારથી વધુનો ભોગ લઈ ચૂક્યો છે. ઈટાલીમાં 10023 લોકો આ મહામારીથી મોતને ભેટ્યા છે. દુનિયાભરના દેશોમાં અત્યાર સુધી 6,50,589 કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેમાં સૌથી વધુ અમેરિકામાં છે.
નવી દિલ્હી : વિશ્વભરમાં કાળો કહેર વર્તાવનાર કોરોના વાયરસે ઈટાલીમાં હાહાકાર મચાવી દીધો છે. ઈટાલીમાં મૃતકોની સંખ્યા વધીને 10 હજારને પાર થઈ ગઈ છે. કોરોનાનો જે રીતે ઈટાલીમાં કહેર છે તેવો અન્ય કોઈ દેશમાં જોવા મળી રહ્યો નથી, ચીનના વુહાન શહેરમાં પણ આ મહામારીથી મોતનો આંકડો 3177 જ છે.
તાજા અપડેટ્સ પ્રમાણે દુનિયાભરમાં કોરોના 30 હજારથી વધુનો ભોગ લઈ ચૂક્યો છે. ઈટાલીમાં 10023 લોકો આ મહામારીથી મોતને ભેટ્યા છે. ઈટાલી બાદ સૌથી વધુ સ્પેનમાં કોરોનાથી 5812 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ચીનમાં મોતનો આંકડો 3177 પર પહોંચ્યો છે. ચૌથા નંબરે ઈરાન છે જ્યાં 2517ના મોત થયા છે. તેના બાદ ફ્રાન્સમાં 1995 લોકોનાં અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.
દુનિયાભરના દેશોમાં અત્યાર સુધી 6,50,589 કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ છે. જેમાં સૌથી વધુ અમેરિકામાં છે. અમેરિકામાં દર્દીઓની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે. અમેરિકામાં દર્દીઓની સંખ્યા વધીને 1,12,468 થઈ ગઈ છે. તેના બાદ ઈટાલીમાં 92,472 લોકો જીવલેણ વારયરસની ઝપેટમાં આવી ગયા છે. ચીનમાં અત્યાર સુધી 81,999 કેસ સામે આવ્યા છે. સારી વાત એ પણ છે કે અત્યાર સુધી દુનિયાભરમાંથી 1,37,270 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવી ચૂક્યા છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને આજે 1000ને પાર પહોંચી ગઈ છે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે અને 85 દર્દીઓ સાજા થયા છે. દેશમાં ઝડપથી ફેલાય રહેલા કોરોનાના કારણે 21 દિવસના લોકડાઉનના જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement