શોધખોળ કરો
Advertisement
કોરોનાના કારણે USમાં 24 કલાકમાં 1169 લોકોના મોત, દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ મોત
અમેરિકામાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 243,000 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.
ન્યૂયોર્કઃ કોરોના વાયરસના કારણે અમેરિકામાં મરનારાઓની સંખ્યા 5926 પર પહોંચી ગઇ છે. ગુરુવારે 24 કલાકમાં અમેરિકામાં 1169 લોકોના મોત થયા છે જે એક રેકોર્ડ છે. અમેરિકામાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 243,000 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.
જોન હાપકિંસ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં 30 હજારનો વધારો થયો છે. યુનિવર્સિટીએ કહ્યું કે, કોરોનાથી ગુરુવારે 1169 લોકોના મોત થયા છે જે એક જ દિવસમાં સૌથી વધુ મોત મામલે દુનિયામાં રેકોર્ડ છે. આ અગાઉ ઇટાલીમાં 27 માર્ચના રોજ 969 લોકોના મોત થયા હતા. આ સાથે જ અમેરિકામાં આ મહામારીથી મરનારાઓની સંખ્યા 5926 પર પહોચી ગઇ છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મરનારાઓની સંખ્યા 1500 પર પહોંચી ગઇ છે. લગભગ 50 હજાર લોકો ન્યૂયોર્કમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અત્યાર સુધી અમેરિકામાં એક કરોડ 30 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકામાં માસ્ક, ગાઉન અને મેડિકલ સાધનો ખત્મ થવાની તૈયારીમાં છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement