શોધખોળ કરો
Advertisement
ભારતને મળ્યું પ્રથમ રાફેલ વિમાન, રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલમાં ઉડાન ભરી
રાજનાથ સિંહની સાથે ભારતીય વાયુસેના પ્રમુખ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા પણ ફ્રાન્સમાં હાજર હતા. બંને દેશો વચ્ચે 36 ફાઈટર જેટની ડીલ થઈ છે.
નવી દિલ્હી: દેશના સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે રાફેલને રિસીવ કરવા માટે ફ્રાન્સના પેરિસ પહોંચ્યા છે. ત્યારે અહીં રાજનાથ સિંહે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યૂઅલ મેક્રોન સાથે બેઠક કરી હતી. રાજનાથસિંહ ફ્રાન્સના વાયુસેનાના વિમાનથી બોર્ડોક્સ પહોંચ્યા હતાં, જ્યાં ભારતને પ્રથમ રાફેલ વિમાન સોપવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલને રિસીવ કર્યું હતું.
#WATCH Mérignac(France): #Rafale jet carrying Defence Minister Rajnath Singh takes off for a sortie. It is being flown by Philippe Duchateau, head test pilot of Dassualt Aviation. pic.twitter.com/i99hZmB7aF
— ANI (@ANI) October 8, 2019
રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી. પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું. પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા. શસ્ત્ર પૂજા બાદ ફ્રાન્સના મેરીનેક એરબેઝ પરથી રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલ વિમાનની ઉડાન ભરી હતી. તેમની સાથે દસો એવિએશનના હેડ ટેસ્ટ પાયલટ ફિલિપ ડ્યૂચેટો હતા. આ ઉડાન લગભગ 20 થી 25 મિનિટ ભરી હતી. ઉલ્લેખનીય છે દશેરા પર શસ્ત્ર પૂજાની પરંપરા છે અને ખાસ વાત એ છે કે આજે 87મો વાયુસેના દિવસ છે.Mérignac(France): Defence Minister Rajnath Singh takes official handover of Rafale combat aircraft pic.twitter.com/SVIs39sAvF
— ANI (@ANI) October 8, 2019
રક્ષામંત્રાલય અનુસાર, રાજનાથ સિંહ મેરીગ્નેકમાં ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે રાફેલને સોંપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર ફ્રાન્સના ચીફ સેના અધિકારી અને રાફેલના નિર્માતા દસોલ્ટ એવિએશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.Raksha Mantri Shri @rajnathsingh has reached Mérignac. He is now visiting the Production Unit of Dassault Aviation. pic.twitter.com/fM61e9MCLN
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) October 8, 2019
ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહે કહ્યુ કે, સ્વાભાવિક રીતે તમામ કોઇ રાફેલને લઇને ઉત્સાહિત છે. રાફેલ ભારતને સોંપી દેવામાં આવશે. હું આશા રાખું છું કે તમે પણ આ સમારોહના સાક્ષી બનશો. દરમિયાન આ સમારોહમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે.Defence Minister Rajnath Singh:In India, today is the festival of #Dusssehra also known as #Vijayadashmi where we celebrate victory over evil. It is also the 87th Air Force Day, therefore the day becomes symbolic in so many ways. https://t.co/fCTDDNyuK7
— ANI (@ANI) October 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion