Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે આપણું અમદાવાદ...જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે....સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં યોજાયેલી બેઠકમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતનું ડેલિગેશન પહોંચ્યું....જેમાં સભ્ય દેશોની અમદાવાદના નામ પર મહોર લાગી છે....અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા ભારત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મેળવશે....આ પહેલા ભારતે 2010માં નવી દિલ્લીમાં ગેમ્સનું સફળ આયોજન થયું હતું....સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે....આ આયોજનમાં 72 દેશોના ખેલાડી ભાગ લે છે, જેમાં મોટાભાગે ભૂતપૂર્વ બ્રિટિશ વસાહતોનો સમાવેશ થાય છે....





















