શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’

અમેરિકાની 'સ્પેસ ફોર્સ' ઈરાન પર બાજ નજર રાખી રહી છે; ટ્રમ્પનો દાવો- ઈરાન લશ્કરી રીતે બરબાદ થઈ ચૂક્યું છે, ફરી ઊભા થવામાં 20 વર્ષ લાગશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાની સ્પેસ ફોર્સ ઈરાનના યુરેનિયમ ભંડાર પર નજર રાખી રહી છે.
  • ભંડાર પાસે ફરકનારને સીધો જ ઉડાવી દેવાની ટ્રમ્પની ચીમકી.
  • ઈરાનની લશ્કરી તાકાત ખતમ, ફરી બેઠું થતાં 20 વર્ષ લાગશે.
  • જરૂર પડ્યે અમેરિકા બીજા 2 અઠવાડિયા માટે ઈરાનમાં રહી શકે.

Donald Trump Iran threat 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને વધુ એક આકરી ધમકી આપી છે. રવિવારે (10 મે, 2026 ના રોજ) એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી કે ઈરાનના યુરેનિયમ ભંડાર પર અમેરિકાની 'સ્પેસ ફોર્સ' સતત નજર રાખી રહી છે. જો કોઈ પણ વ્યક્તિ આ ભંડારની આસપાસ પણ ફરકશે, તો અમેરિકા તેને સીધો જ ઉડાવી દેશે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે ઈરાનની લશ્કરી તાકાત હવે સાવ ખતમ થઈ ગઈ છે અને તેને ફરીથી બેઠું થવામાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગી જશે.

સ્પેસ ફોર્સની નજર એટલી સચોટ કે ઘૂસણખોરનું નામ-સરનામું પણ કાઢી લઈશું: ટ્રમ્પ

શેરિલ એટકિસન સાથેની વાતચીતમાં ટ્રમ્પે અમેરિકાની અત્યાધુનિક સર્વેલન્સ (દેખરેખ) સિસ્ટમ વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું, "અમે એ જગ્યા પર સતત નજર રાખી રહ્યા છીએ. મેં 'સ્પેસ ફોર્સ' નામની જે સિસ્ટમ બનાવી છે, તે એટલી એડવાન્સ છે કે કોઈ ત્યાં ઘૂસવાનો પ્રયાસ કરશે તો અમને તરત જ ખબર પડી જશે અને અમે તેમને ત્યાં જ ઉડાવી દઈશું." ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે તેમની સ્પેસ ફોર્સ એટલી સચોટ છે કે જો કોઈ ત્યાં જશે તો તેઓ તેનું નામ, સરનામું અને તેનો બેજ નંબર પણ આસાનીથી શોધી કાઢશે.

"ઈરાન પાસે હવે ન તો નેવી બચી છે ન તો એરફોર્સ"

ઈરાનની હાલની સ્થિતિ પર કટાક્ષ કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હવે ઈરાન પાસે લશ્કરી તાકાત જેવું કંઈ બચ્યું જ નથી. તેમની પાસે ન તો નેવી (નૌકાદળ) છે, ન એરફોર્સ છે કે ન તો કોઈ એન્ટી-એરક્રાફ્ટ હથિયારો બચ્યા છે. તેમનું કોઈ નેતૃત્વ પણ રહ્યું નથી.

આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!

ટ્રમ્પે ઈરાન પર વારંવાર કરારો તોડવાનો આરોપ લગાવતા કહ્યું કે, "હવે તેઓ લશ્કરી રીતે સાવ હારી ચૂક્યા છે. જો અમેરિકા આજે ઈરાનમાંથી બહાર નીકળી જાય, તો પણ ઈરાનને ફરીથી પોતાનું લશ્કર ઊભું કરવામાં 20 વર્ષ જેટલો સમય લાગી જશે."

તો શું અમેરિકાનું ઓપરેશન પૂરું થઈ ગયું?

જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ઈરાનમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી હવે પૂરી થઈ ગઈ છે? તેના જવાબમાં તેમણે સ્પષ્ટ કર્યું કે કાર્યવાહી હજુ સંપૂર્ણપણે પૂરી નથી થઈ. તેમણે ઈશારો કરતા કહ્યું કે જરૂર પડશે તો અમે હજુ બીજા 2 અઠવાડિયા માટે ત્યાં જઈ શકીએ છીએ.

વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને શું ધમકી આપી છે?

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનના યુરેનિયમ ભંડાર પર અમેરિકાની 'સ્પેસ ફોર્સ' નજર રાખી રહી છે. જો કોઈ ત્યાં ફરકશે તો અમેરિકા તેને ઉડાવી દેશે.

ઈરાનની લશ્કરી તાકાત વિશે ટ્રમ્પનો શું દાવો છે?

ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની લશ્કરી તાકાત ખતમ થઈ ગઈ છે. તેમને ફરીથી સૈન્ય ઊભું કરવામાં ઓછામાં ઓછા 20 વર્ષ લાગી જશે.

સ્પેસ ફોર્સ કેટલી સચોટ છે?

ટ્રમ્પના મતે, 'સ્પેસ ફોર્સ' એટલી એડવાન્સ છે કે ઘૂસણખોરનું નામ, સરનામું અને બેજ નંબર પણ શોધી શકે છે.

ઈરાન પાસે હાલમાં કઈ લશ્કરી તાકાત બચી છે?

ટ્રમ્પના કહેવા મુજબ, ઈરાન પાસે હવે ન તો નેવી, ન એરફોર્સ, કે ન તો કોઈ એન્ટી-એરક્રાફ્ટ હથિયારો બચ્યા છે.

શું ઈરાનમાં અમેરિકાની લશ્કરી કાર્યવાહી પૂરી થઈ ગઈ છે?

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી સંપૂર્ણપણે પૂરી નથી થઈ. જરૂર પડશે તો અમેરિકા બીજા 2 અઠવાડિયા માટે ત્યાં જઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget