શોધખોળ કરો

વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?

તમિલનાડુમાં સુપરસ્ટાર વિજયની ધમાકેદાર એન્ટ્રી અને બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, મોદીની સ્થિતિ મજબૂત બની.
  • તમિલનાડુમાં અભિનેતા વિજયની નવી પાર્ટીની ધમાકેદાર જીત.
  • આંતરરાષ્ટ્રીય મીડિયાએ ચૂંટણી પરિણામોને રાજકીય ઉથલપાથલ ગણાવી.
  • પાકિસ્તાન, બાંગ્લાદેશમાં પણ ચૂંટણી પરિણામોની નોંધ લેવાઈ.

PM Modi Bengal win: ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીના શાસનનો અંત લાવીને પીએમ નરેન્દ્ર મોદીની ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતની લંડનથી લઈને ન્યૂયોર્ક અને ઇસ્લામાબાદથી ઢાકા સુધી ચર્ચા થઈ રહી છે. આટલું જ નહીં, તમિલનાડુમાં સુપરસ્ટાર જોસેફ વિજયની નવી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી અને જીત પણ વિદેશી અખબારોમાં છવાયેલી છે. નોંધનીય વાત એ છે કે, ભારતની આ જંગી રાજકીય ઉથલપાથલ માટે પાકિસ્તાન અને બાંગ્લાદેશના મીડિયાએ પણ પીએમ મોદી અને વિજયની સફળતાની નોંધ લીધી છે.

બ્રિટિશ મીડિયા: 12 વર્ષની સૌથી મોટી સિદ્ધિ

જો બ્રિટિશ મીડિયાની વાત કરીએ તો, બીબીસી (BBC) અને ધ ગાર્ડિયન (The Guardian) બંનેએ બંગાળમાં ભાજપની આ જીતને ખૂબ જ મહત્વ આપ્યું છે.

બીબીસી: પોતાના ખાસ રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારતના સૌથી મુશ્કેલ ગણાતા રાજકીય ગઢ બંગાળને સર કરવું એ પીએમ મોદીના 12 વર્ષના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. આ માત્ર કોઈ ત્રણ ટર્મ જૂની સરકારની હાર નથી, પણ પૂર્વ ભારતમાં ભાજપના વધતા પ્રભાવની મોટી સાબિતી છે.

ધ ગાર્ડિયન: આ અખબારે લખ્યું છે કે, બંગાળની આ જીત ભારતીય રાજકારણમાં બહુ મોટો બદલાવ લાવશે અને વિપક્ષ માટે આ એક બહુ મોટો ફટકો સાબિત થશે.

અમેરિકન મીડિયા: મોદીની રાજકીય પકડ વધુ મજબૂત બની

અમેરિકન મીડિયા પણ આ પરિણામોથી દંગ છે અને તેને ઐતિહાસિક ગણાવી રહ્યું છે.

ન્યૂ યોર્ક ટાઇમ્સ: પોતાના રિપોર્ટમાં ભાજપની આ જીતને 'ઐતિહાસિક' ગણાવતા લખ્યું છે કે, પીએમ મોદીના પક્ષે પહેલીવાર આટલા મોટા રાજ્યમાં સત્તા મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ અખબારે તમિલનાડુમાં અભિનેતા વિજયની જીતને પણ આ ચૂંટણીનું સૌથી મોટું સરપ્રાઇઝ ગણાવ્યું છે.

વોશિંગ્ટન પોસ્ટ: પોતાના વિશ્લેષણમાં સ્પષ્ટ કર્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં સાથી પક્ષોના ટેકાથી સરકાર બનાવ્યા બાદ, બંગાળની આ મોટી જીતથી પીએમ મોદીની રાજકીય તાકાત અને સ્થિતિ વધુ મજબૂત બની છે. સાથે જ કેરળમાં કોંગ્રેસ ગઠબંધન સામે ડાબેરી સરકારની હારને પણ એક મોટી ઘટના માનવામાં આવી છે.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

તમિલનાડુમાં 'થલપતિ' વિજયનો જાદુ

આ ચૂંટણીઓમાં માત્ર બંગાળ જ નહીં, દક્ષિણ ભારતનું તમિલનાડુ પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. વિદેશી મીડિયાએ તમિલ સુપરસ્ટાર જોસેફ વિજયની રાજકીય એન્ટ્રીની ખાસ નોંધ લીધી છે. વિજયે માત્ર 2 વર્ષ પહેલાં જ પોતાની 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) પાર્ટી બનાવી હતી, અને હવે તેણે ત્યાંની શક્તિશાળી શાસક પાર્ટી DMKને સત્તા પરથી હટાવી દીધી છે, જેને આંતરરાષ્ટ્રીય મીડિયાએ એક ચોંકાવનારૂં પરિણામ ગણાવ્યું છે.

પાડોશી દેશોની પ્રતિક્રિયા: પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ચર્ચા
ભારતની ચૂંટણીઓ હોય અને પાડોશી દેશોમાં તેની ચર્ચા ન થાય એવું તો બને જ નહીં!

પાકિસ્તાન: પાકિસ્તાનના જાણીતા અખબાર 'ડોન' (Dawn) એ પણ એએફપી (AFP)નો રિપોર્ટ છાપ્યો છે. જેમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે મોદીની પાર્ટીએ પશ્ચિમ બંગાળ જેવા વિપક્ષના સૌથી મજબૂત ગઢમાં જીત મેળવી લીધી છે. રિપોર્ટ મુજબ, આ જીત 2029ની સામાન્ય ચૂંટણીઓ પહેલા પીએમ મોદીની સ્થિતિને અત્યંત મજબૂત કરશે.

બાંગ્લાદેશ: પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ આ પરિણામોના પડઘા પડ્યા છે. બાંગ્લાદેશના 'ઢાકા ટ્રિબ્યુન' અખબારે તમિલનાડુમાં સીએમ એમ.કે. સ્ટાલિનની પોતાની સીટ પર થયેલી હાર અને વિજયની પાર્ટીની જબરદસ્ત જીતને એક બહુ મોટા આંચકા તરીકે વર્ણવી છે.

બંગાળમાં TMCએ હાર સ્વીકારી, અભિષેક બેનર્જીની પહેલી પ્રતિક્રિયા - 'જનતાનો ચુકાદો...'

Frequently Asked Questions

ભારતમાં યોજાયેલી તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શા માટે થઈ રહી છે?

ભારતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત અને તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીની જીતને કારણે, વિશ્વભરમાં ધ્યાન ખેંચ્યું છે.

બ્રિટિશ મીડિયાએ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને કેવી રીતે રજૂ કરી છે?

બીબીસી અને ધ ગાર્ડિયન જેવા બ્રિટિશ અખબારોએ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને પીએમ મોદીના કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવી છે અને તેને પૂર્વ ભારતમાં ભાજપના વધતા પ્રભાવની સાબિતી તરીકે જોયું છે.

અમેરિકન મીડિયાએ આ ચૂંટણી પરિણામોનું શું વિશ્લેષણ કર્યું છે?

અમેરિકન મીડિયાએ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને 'ઐતિહાસિક' ગણાવી છે અને જણાવ્યું છે કે આનાથી પીએમ મોદીની રાજકીય તાકાત અને સ્થિતિ વધુ મજબૂત બની છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની જીતને પણ એક મોટું સરપ્રાઈઝ ગણાવ્યું છે.

તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીની જીતને આંતરરાષ્ટ્રીય મીડિયાએ કેવી રીતે જોઈ છે?

આંતરરાષ્ટ્રીય મીડિયાએ તમિલ સુપરસ્ટાર જોસેફ વિજયની રાજકીય એન્ટ્રી અને તેની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) ની જીતને ચોંકાવનારી ગણાવી છે, જેણે ત્યાંની શાસક પાર્ટી DMKને સત્તા પરથી હટાવી દીધી છે.

પાડોશી દેશો, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભારતીય ચૂંટણી પરિણામોની શું પ્રતિક્રિયા રહી છે?

પાકિસ્તાનના અખબાર 'ડોન' અને બાંગ્લાદેશના 'ઢાકા ટ્રિબ્યુન' જેવા મીડિયાએ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત અને તમિલનાડુમાં વિજયની પાર્ટીની જીતની નોંધ લીધી છે અને તેને મહત્વપૂર્ણ ઘટના ગણાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget