Donald Trump: ટ્રમ્પ છોડો, આ રાષ્ટ્રપતિને તો 35,000 મહિલાઓ સાથે હતા સંબંધો
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તેણીએ દાવો કર્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેણીનું 2006 અને 2007માં અફેર હતું.
જ્યારે પણ સેક્સ અને રાજકારણનું કોકટેલ બન્યું છે ત્યારે ત્યારે દુનિયાભરમાં હોબાળો મચ્યો છે. આજકાલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પણ આવો જ હોબાળો થઈ રહ્યો છે. એવો આરોપ છે કે 2016ની અમેરિકી પ્રમુખપદની ચૂંટણી પહેલા તેમણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનું મોં બંધ રાખવા માટે તેને લાખો ડોલર ચૂકવ્યા હતા. ટ્રમ્પના પોર્ન સ્ટાર સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ વાતનો ખુલાસો ખુદ પોર્નસ્ટારે કર્યો છે. હવે ટ્રમ્પ પોર્ન સ્ટારને $130,000 ની ભારે રકમ ચૂકવવા બદલ ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.
જોકે ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના એકમાત્ર એવા નેતા નથી કે જેમણે પોર્ન સ્ટાર કે વેશ્યા સાથે સંબંધ રાખ્યો હોય. દુનિયામાં આવા ઘણા મોટા નેતાઓ છે જેઓ ગેરકાયદેસર શારીરિક સંબંધો રાખી ચુક્યા છે.
આ રીતે ડેનિયલ્સે ટ્રમ્પનો કર્યો ખુલાસો
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તેણીએ દાવો કર્યો હતો કે, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેણીનું 2006 અને 2007માં અફેર હતું. સ્ટોર્મી ડેનિયલ્સે તેના પુસ્તક ફુલ ડિસ્ક્લોઝરમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. તેનું કહેવું છે કે, ટ્રમ્પ સાથે તેના શારીરિક સંબંધો હતા. જોકે, ટ્રમ્પે હંમેશા ડેનિયલ્સના આરોપોને નકારી કાઢ્યા છે. ડેનિયલ્સે દાવો કર્યો હતો કે, ટ્રમ્પ સાથેના સંબંધોને છુપાવવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા અને કરાર કરવામાં આવ્યો હતો.
ડેનિયલ્સનો દાવો છે કે, ટ્રમ્પના એક બોડીગાર્ડે તેને ગોલ્ફ કોર્સમાં તેના પેન્ટહાઉસમાં જવા કહ્યું હતું. આ ઘટના અંગે ડેનિયલ્સે તેના પુસ્તકમાં લખ્યું છે કે, તે મારા અત્યાર સુધીના સૌથી ઓછા પ્રભાવશાળી સેક્સ હશે. તેણે પોતાના પુસ્તકમાં ટ્રમ્પની શરીરરચનાનો પણ ઉલ્લેખ કર્યો છે.
પોર્ન સ્ટારના પ્રેમમાં બેઠેલા જર્મન સાંસદ
44 વર્ષીય જર્મન સંસદસભ્ય હેગન રેઈનહોલ્ડ પોર્ન સ્ટારના પ્રેમમાં પડ્યા બાદ પત્ની અને બાળકોને છોડીને ચાલ્યા ગયા હતા. જેને લઈને જર્મનીમાં સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી. હેગન રેઇનહોલ્ડ જર્મનીની ફ્રી ડેમોક્રેટિક પાર્ટી (FDP)ના સાંસદ છે. જ્યારે તેમની 51 વર્ષીય પત્ની કેરોલિન પ્રિસલર પણ FDPમાંથી સાંસદ છે. કેરોલિન અને હેગન છેલ્લા 16 વર્ષથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. આ દંપતીને ત્રણ બાળકો પણ છે. બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, રેઈનહોલ્ડની નવી ગર્લફ્રેન્ડ અનીના સેમેલ્હેક (43) Ukatis નામથી પોર્નોગ્રાફિક ફિલ્મોમાં કામ કરે છે. તેણીએ રેઇનહોલ્ડ સાથે લગ્ન કર્યા તેના થોડા મહિનાઓ પહેલા યુકાટીસે 65 વર્ષીય મિલિયોનેર સાથે લગ્ન કર્યા હતાં જેને લઈને તે ચર્ચામાં આવી હતી. હવે તે એક જર્મન સાંસદ સાથે સંબંધમાં છે.
સેક્સ સ્કેન્ડલના કારણે IMF ચીફને આપવું પડ્યું હતું રાજીનામું
આ મામલો વર્ષ 2012નો છે. જ્યારે ડોમિનિક સ્ટ્રોસ-કાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભૂતપૂર્વ વડા અને ફ્રાન્સના પ્રમુખપદની રેસમાં અગ્રણી હતા, ત્યારે તેણે પણ એક વેશ્યા સાથેના અફેરમાં બધું ગુમાવ્યું હતું. હકીકતે ફ્રાન્સની પોલીસે વેશ્યાવૃત્તિની રિંગ ચલાવવાની શંકામાં આઠ લોકોની ધરપકડ કરી હતી. આમાંના ત્રણ પુરુષો સ્ટ્રોસ-કાનની નજીક હતા, તેથી સ્ટ્રોસને પણ વેશ્યાવૃત્તિની રિંગના સંબંધમાં પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
પોલીસે તેમની તપાસ દરમિયાન ઘણી વેશ્યાઓની પૂછપરછ કરી હતી, ત્યારે તેઓએ કબૂલ્યું હતું કે, તેઓએ સ્ટ્રોસ-કાન સાથે શારીરિક સંબંધો બનાવ્યા હતા. જો કે, સ્ટ્રોસ-કાને શારીરિક સંબંધ હોવાનો ઇનકાર કર્યો ન હતો પરંતુ જણાવ્યું હતું કે, તેઓ જાણતા ન હતા કે સંબંધ સમયે તેઓ બધી વેશ્યા હતી. તેના વકીલ હેનરી લેક્લેર્કે એક ટીવી ચેનલ પર કહ્યું હતું કે, હું તમને એક નગ્ન વેશ્યા અને નગ્ન સ્ત્રી વચ્ચેનો તફાવત જણાવવા માટે પડકાર ફેંકું છું. જ્યારે તે પહેલાં મે 2011માં સ્ટ્રોસ-કાનને IMFના વડા પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે ન્યૂયોર્કમાં એક હોટલ કાર્યકરએ તેમના પર બળજબરીથી સેક્સનો આરોપ મૂક્યો હતો. જોકે બાદમાં મામલો થાળે પડ્યો હતો.
આ રાષ્ટ્રપતિને તો અધધ 35,000 મહિલાઓ સાથે હતા સંબંધો
સંબંધો ક્યુબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સામ્યવાદી નેતા ફિડેલ કાસ્ટ્રોના 82 વર્ષની ઉંમર સુધીમાં લગભગ 35,000 મહિલાઓ સાથે સંબંધો હતા. તેમના પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં આ વાતનો ખુલાસો થયો છે. જ્યારે ન્યૂયોર્ક પોસ્ટે તેના એક અહેવાલમાં એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, તે દરરોજ લગભગ બે મહિલાઓ સાથે સંબંધ બાંધતા હતા. જેમાં મોટાભાગની વેશ્યાઓ પણ સામેલ હતી. વેનિટી ફેર મેગેઝિન સાથેની 1993ની મુલાકાતમાં જ્યારે કાસ્ટ્રોને પૂછવામાં આવ્યું કે, તેમના કેટલા બાળકો છે, તો તેમણે કહ્યું હતું કે, તેમની પાસે આખું કુળ છે.