શોધખોળ કરો

વિશ્વ પર યુદ્ધનો મોટો ખતરો! ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી- ‘ઈરાન પર ગમે ત્યારે.....’

US Iran war latest updates: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ યથાવત છે; એક તરફ ઈરાને નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિએ આપી કડક ચીમકી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા ઈરાન પર હુમલો કરવાના એક કલાક પહેલા અટક્યું, ટ્રમ્પનો દાવો.
  • પરમાણુ કાર્યક્રમ અંગે ઈરાન સાથે વાટાઘાટો ટૂંક સમયમાં શરૂ થશે.
  • ઈરાને શાંતિ પ્રસ્તાવમાં યુદ્ધ રોકવા અને વળતરની માંગણી કરી.
  • UAE એ છેલ્લા ૪૮ કલાકમાં ૬ ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો.

US Iran war latest updates: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ અને યુદ્ધ જેવી સ્થિતિ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી. મંગળવારે (19 મે) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ કદાચ ઈરાન પર ફરીથી હુમલો કરવો પડી શકે છે. આ નિવેદનને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. જ્યાં એક તરફ ઈરાને વળતરની શરતો સાથે નવો શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, તો બીજી તરફ યુએઈ (UAE) એ છેલ્લા 48 કલાકમાં 6 જેટલા ડ્રોન તોડી પાડ્યાનો મોટો દાવો કર્યો છે. આખી પરિસ્થિતિ જોતાં હાલ પૂરતું યુદ્ધ અટકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

"અમે હુમલો કરવાથી માત્ર 1 કલાક દૂર હતા"

જ્યારે એક પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો કે, "ગઈકાલે આપણે ઈરાન પર હુમલો કરવાની કેટલા નજીક હતા?" ત્યારે ટ્રમ્પે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપતા કહ્યું, "અમે હુમલો કરવાથી માત્ર 1 કલાક જ દૂર હતા. ગઈકાલે મારી પાસે એક ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે, 'સાહેબ, શું આપણે થોડી રાહ જોઈ શકીએ? આપણે એક ડીલની ખૂબ જ નજીક છીએ." જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે ભવિષ્યમાં ઈરાન પર બીજો હુમલો નહીં થાય એવું ચોક્કસપણે કહી શકાય નહીં.

પરમાણુ કાર્યક્રમ અને નવી ધમકી

ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, આ પરમાણુ મુદ્દાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. ઈરાન સાથે ફરીથી વાટાઘાટો ક્યારે શરૂ થશે તે અંગે ટ્રમ્પે જણાવ્યું, "આપણે આવતા 2 કે 3 દિવસમાં, એટલે કે શુક્રવાર, શનિવાર કે રવિવારે અથવા તો આવતા અઠવાડિયાની શરૂઆતમાં ફરી વાતચીત ચાલુ કરી શકીએ છીએ."

પણ આ વાતચીતની આશા વચ્ચે જ તેમણે ધમકી આપતા ઉમેર્યું, "આપણે ઈરાનને બીજો એક મોટો ફટકો મારવો પડી શકે છે. મને હજુ પૂરી ખાતરી નથી, પણ બહુ જલ્દી તમને આ વિશે ખબર પડી જશે."

આ પણ વાંચોઃ ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત

ઈરાનનો અમેરિકાને નવો શાંતિ પ્રસ્તાવ

આ બધા તણાવ વચ્ચે એક મોટા સમાચાર એ પણ છે કે ઈરાને હાલમાં જ અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં ઈરાને શરત મૂકી છે કે:

લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અટકાવી દેવામાં આવે.

ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી તમામ અમેરિકન સૈનિકોને પાછા ખેંચી લેવામાં આવે.

અત્યાર સુધીના આ અમેરિકા-ઈઝરાયલ યુદ્ધમાં જે પણ નુકસાન થયું છે તેનું પૂરતું વળતર ચૂકવવામાં આવે.

આ પણ વાંચોઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલની શક્યતા, ટ્રમ્પ આ પ્રતિબંધ હટાવવા તૈયાર થતાં ચર્ચા!

UAE એ તોડી પાડ્યા 6 ડ્રોન

આ યુદ્ધના માહોલ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ એક મોટો દાવો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, યુએઈ ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાકની અંદર તેમણે 6 ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે. નોંધનીય છે કે, રવિવારે પણ 3 ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધો હતો.

Frequently Asked Questions

શું અમેરિકા ઈરાન પર ફરીથી હુમલો કરી શકે છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આકરી ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમેરિકા કદાચ ફરીથી ઈરાન પર હુમલો કરી શકે છે. તેઓ હુમલો કરવાથી માત્ર 1 કલાક દૂર હતા.

ઈરાને શાંતિ માટે શું પ્રસ્તાવ મૂક્યો છે?

ઈરાને અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે જેમાં લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ રોકવા, અમેરિકન સૈનિકોને પાછા ખેંચવા અને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની શરતો છે.

શું અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત શરૂ થઈ શકે છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે આવતા 2-3 દિવસમાં અથવા આવતા અઠવાડિયાની શરૂઆતમાં ઈરાન સાથે વાતચીત શરૂ થઈ શકે છે. જોકે, તેમણે ફરીથી મોટા ફટકા મારવાની પણ ધમકી આપી છે.

UAE એ કેટલા ડ્રોન તોડી પાડ્યા છે?

સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા 48 કલાકમાં તેમણે 6 ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે.

ટોપ સ્ટોરી

Trump: ઈરાન યુદ્ધના કારણે મધ્યસત્ર ચૂંટણી હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, રૉયટર્સ સમક્ષ હારનો સ્વીકાર
Trump: ઈરાન યુદ્ધના કારણે મધ્યસત્ર ચૂંટણી હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ, રૉયટર્સ સમક્ષ હારનો સ્વીકાર
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
US Election Result: ડેમૉક્રેટ્સ 200ને પાર... USના બંને ગૃહોમાં હારી ટ્રમ્પની પાર્ટી, શું છે તાજા આંકડો ?
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
Tensions: ઈરાન પર અત્યારે હુમલો કરવાનો પ્લાન નથી, ટ્રમ્પ બોલ્યા- 'અમને તે બધુ જ મળી રહ્યું છે જે અમે...'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
EPFOની મોટી જાહેરાત, ક્લેમ વિના ખાતામાં જમા થશે PFના પૈસા, જાણો નિયમ
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
Gold-Silver Price Today: એક ઝાટકામાં સોનામાં 3000 અને ચાંદીમાં 6900 રૂપિયાનો વધારો, ટ્રમ્પની હારની થઈ અસર
Embed widget