હેવાન બન્યો બાપ, માત્ર 39 દિવસના બાળકને તડપાવીને ઉતાર્યો મોતને ઘાટ, મળી આ સજા
31 વર્ષીય પિતાએ તેના માત્ર 39 દિવસના બાળકને એટલી બધી યાતના આપી કે તેના શરીરમાં 71 ફ્રેક્ચર થઈ ગયા. જેના કારણે બાળકનું મોત થયું અને હવે આ મામલે દોષી પિતાને કોર્ટે સજા સંભળાવી છે.
લગ્ન બાદ દરેક દંપત્તિ જલ્દી માતા-પિતા બનવા આતુર હોય છે. ઘણીવાર નવજાત બાળકને લઈ દંપત્તિમાં ખટરાગ પણ થતો હોય છે. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીના તમારા રૂંવાડા ઉભા થઈ જશે. 31 વર્ષીય પિતાએ તેના માત્ર 39 દિવસના બાળકને એટલી બધી યાતના આપી કે તેના શરીરમાં 71 ફ્રેક્ચર થઈ ગયા. જેના કારણે બાળકનું મોત થયું અને હવે આ મામલે દોષી પિતાને કોર્ટે સજા સંભળાવી છે.
વાર્મલીના સાઉથ ગ્લોસ્ટરશાયરમાં રહેતા 31 વર્ષીય જેમ્સ ક્લાર્કને તેના જ નવજાત બાળકની હત્યા માટે દોષી જાહેર કરીને કોર્ટે ઉંમર કેદની સજા સંભળાવી છે. તેણે 39 દિવસના બાળકને એટલી હદે યાતના આપી હતી કે 71 ફેક્ચર થઈ ગયા હતા અને માથામાંથી લોહી પણ બહાર આવી ગયું હતું. બાળકની માતા હેલેન જેરમીએ બીજા દિવસે તેને મૃત હાલતમાં જોતા મામલો સામે આવ્યો હતો આ મામલો જાન્યુઆરી 2018નો છે. જેમાં કોર્ટે બાળકની હત્યા માટે ઉંમર કેદની સજા સંભળાવી છે.
પોસ્ટ મોર્ટમમાં શું આવ્યું સામે
બાળકના મોત બાદ પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે બાળક પર ઓછામાં ઓછો ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેના શરીરના હાડકા ભાંગી ગયા હતા. માથામાં ઈજા થવાથી લોહી નીકળવાના કારણે તેનું મોત થયું હતું.
પુત્રને છાતી સરસો ચાંપ્યો ને.....
કેસ ચલાવનારા જોન ઓસબોને જણાવ્યું કે, પોતાના પુત્રને છાતી સાથે પૂરી તાકાતથી ભીંસવાના કારણે ફ્રેક્ચર થઈ ગયા હતા. તેમ છતાં તેને જબરદસ્તીથી હલાવવાના કારણે માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ એક પિતાનું ક્રૂરતા પૂર્વકનું કૃત્ય છે. જેમાં પહેલા ઝટકાના કારણે બાળક બેભાન થઈ ગયું અને બાદમાં તેનું મોત થઈ ગયું.