શોધખોળ કરો

તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો

એક ઓમાનીના કો-પાઈલટે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઓમાની કો-પાઈલટે દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો.
  • તેણે ભારતીય પાઈલટ પર હુમલો કરી એન્જિન બંધ કરવાનો પ્રયત્ન કર્યો.
  • પાઈલટે ક્રૂની મદદથી પરિસ્થિતિ સંભાળી, મોટી દુર્ઘટના ટાળી હતી.
  • વિમાન સાઉદીમાં ઉતર્યું, કો-પાઈલટને યુએઈને સોંપવામાં આવ્યો.

એક ઓમાનીના કો-પાઈલટે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કેપ્ટન સ્મિત પર હુમલો કર્યા પછી ઓમાનીના કો-પાઈલટે ફ્લાઇટને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો અને તેને તેલ અવીવમાં એક ઇમારત સાથે ટકરાવાની યોજના બનાવી હતી. આ યોજના નિષ્ફળ ગયા પછી તેણે બોઇંગ 737ના એન્જિનને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

ઇટાલિયન ન્યૂઝપેપર કોરીએર ડેલા સેરાના એક અહેવાલમાં 30 સપ્ટેમ્બરના રોજની ઉડાનની શરૂઆતથી લઈને ઘટના બની તે સુધીની મિનિટ-ટુ-મિનિટ જાણકારી આપી હતી. જ્યારે પાઇલટ સુરક્ષા તપાસ પૂર્ણ કરી અને મુસાફરો વિમાનમાં બેસાડવાનું શરૂ કરી દે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કો-પાઈલટના વર્તનમાં કાંઈ પણ શંકાસ્પદ લાગ્યુ નહોતું. આ કો-પાઈલટની ઓળખ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામીના રૂપમાં થઈ છે જેના પિતા ઓમાનના હતા અને માતા સિરિયન છે. 

સ્મિતને મારવાનો પ્રયાસ કર્યો

અલ-હમ્મામીએ પહેલા કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો હતો, પછી યોક પર નિયંત્રણ મેળવીને અને પછી બંને એન્જિન બંધ કરીને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, સ્મિતે બાકીના ક્રૂ સભ્યોને વિમાન સુરક્ષિત કરવામાં અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં મદદ કરીને એક મોટી દુર્ઘટના ટાળવામાં સફળતા મેળવી હતી.

આ યોજના હતી

ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે અલ-હમ્મામીએ પહેલા કેપ્ટનને મારી નાખવાની અને પછી ફ્લાઇટનો નિયંત્રણ લેવાની યોજના બનાવી હતી, જે તેલ અવીવ લઈ જવામાં આવવાની હતી. જ્યાં તે શહેરની સૌથી ઊંચી ઇમારતો સાથે ટકરાવાની યોજના હતી. અહેવાલમાં જણાવાયું છે કે તેણે એટલી ઝડપથી કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી કે ફાઇટર જેટ પાસે વિમાનને અટકાવવાનો અને અધિકારીઓ પાસે વાટાઘાટો કરવાનો સમય ન હોય.

ફ્લાઇટમાં શું થયું?

અલ-હમ્મામીના ભૂતકાળ અને કટ્ટરપંથી વિચારોની હવે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યોને લઈ જતા જેટને ક્રેશ કરવાનો પ્રયાસ કરતી વખતે કોકપીટની અંદર ઇમરજન્સી હેચેટથી સ્મિત પર હુમલો કર્યો હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ ભારતીય પાઇલટ કોકપીટની અંદર ક્રૂ અને કેટલાક મુસાફરો સુધી પહોંચવામાં સફળ રહ્યો, જેમણે કો-પાઇલટને કાબૂમાં લીધો અને લગભગ 16,000 ફૂટ નીચે પડી ગયેલા વિમાનને 30 સેકન્ડમાં સ્થિર કર્યું હતું.

વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, જ્યાંથી મુસાફરોને તેલ અવીવ લઈ જવામાં આવ્યા. અલ-હમ્મામીને સાઉદી અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો અને બાદમાં તેને સંયુક્ત આરબ અમીરાતને સોંપવામાં આવ્યો છે જ્યાં તેને હાલમાં રાખવામાં આવ્યો છે.

Frequently Asked Questions

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટમાં કઈ ઘટના બની હતી?

એક ઓમાની કો-પાઈલટે ફ્લાયદુબઈની ફ્લાઇટ ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે તેને નિષ્ફળ બનાવ્યો હતો.

ફ્લાઇટ ક્રેશ કરવાનો પ્રયાસ કરનાર કો-પાઈલટની ઓળખ શું છે?

કો-પાઈલટ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામી છે, જેના પિતા ઓમાનના અને માતા સિરિયન છે.

કો-પાઈલટે ફ્લાઈટને ક્રેશ કરવા માટે શું કર્યું હતું?

તેણે કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો અને પછી યોક પર નિયંત્રણ મેળવીને વિમાનના એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો.

કો-પાઈલટની અંતિમ યોજના શું હતી?

તેની યોજના કેપ્ટનને મારીને ફ્લાઇટનો કંટ્રોલ લેવાની અને તેને તેલ અવીવમાં શહેરની સૌથી ઊંચી ઇમારતો સાથે ટકરાવાની હતી.

આ ઘટના પછી વિમાનનું શું થયું?

વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. કો-પાઈલટને બાદમાં સંયુક્ત આરબ અમીરાતને સોંપવામાં આવ્યો.

Advertisement

ટોપ સ્ટોરી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
બોસ હોય તો આવા... ઠંડીમાં ઠૂંઠવાતી કર્મચારીને ભેટમાં આપી BMW, સોશિયલ મીડિયા પર વાયરલ થયો કિસ્સો
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર , મંત્રાલયે શું કહ્યું?
શારજાહમાં ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલો, જહાજમાં 22 ભારતીયો હતા સવાર ,મંત્રાલયે શું કહ્યું?
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
Embed widget