આ મંત્રી હવે સાયકલ પર પહોંચાડે છે પિત્ઝા, જાણો, ડિલિવરી બોયનું કામ કરવા કેમ મજબુર
મીડિયા રિપોર્ટસ મુજબ અફધાનિસ્તાનના સંચાર મંત્રી રહી ચૂકેલા સૈયદ અહમદ શાહ, હવે પિત્ઝા ડિલિવરી બોય છે.
કાબુલ: હાલ દુનિયાભરમાં અફઘાનિસ્તાનની ચર્ચા છે. તાલિબાનની હિંસક તાસીરના કારણે લોકો દેશ છોડીને જઇ રહ્યાં છે. આ સ્થિતિમાં અફઘાનિસ્તાના પૂર્વ મંત્રી સૈયદ અહમદ શાહ પણ દેશ છોડીને જતાં રહ્યાં છે. જો કે તાલિબાનના કબ્જા સમયે તેઓ અફઘાનિસ્તાનના મંત્રી ન હતા, તેમણે એક વર્ષ પહેલા જ રાજીનામુ આપી દીધું હતું. તેઓ પિત્ઝા વેચતા હતા. જેને તે જર્મની ડિલિવર કરતા હતા.
15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો મેળવી લીધો. આ સમયે અફઘાનિસ્તાનના આ પૂર્વ સંચાર મંત્રી અફઘાનિસ્તાન છોડીને જર્મની જતાં રહ્યાં. હાલ તેઓ જર્મનીમાં રહે છે,
હાલ સોશિયલ મીડિયા પર તેમની તસવીર વાયરલ થઇ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે ખુદ પિત્ઝા ડિલિવર કરતા જોવા મળે છે. આ તસવીર પરથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સાયકલ પર પિત્ઝા ડિલિવર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે આ તસવીર પર હજુ સુધી સૈયદ અહમદ શાહનું કોઇ નિવેદન નથી આવ્યું.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક વ્યક્તિ સાયકલ પર પિત્ઝા લઇને જઇ રહ્યો છે. જો કે આ તસવીરની પુષ્ટી નથી થઇ કે, તે અહમદ શાહ છે કે, કોઇ બીજું છે.
Afghan minister now delivering pizza in #Germany
— EHA News (@eha_news) August 22, 2021
▪️#Afghanistan's former communications minister Sayed Ahmad Shah Saadat is now a driver for the Lieferando delivery service in Leipzig. pic.twitter.com/4SpQPHGrZm
રાષ્ટ્રપતિ ગની પણ કાબુલ છોડીને જતાં રહ્યાં
તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. તેના પર આરોપ છે કે, તે દેશના પૈસા લઇને દેશ છોડીને ભાગી ગયા.આ દરમિયાન એવા પણ સમાચાર આવ્યાં હતા કે તે અરબ અમીરાતમાં છે. દેશ છોડ્યાં બાદ ગનીએ ટવિટ કરીને કહ્યું હતું કે, જો તે દેશ ન છોડત તો અફઘાનિસ્તાનમાં હિંસા ભડકી જાત અને મને પણ મારી નાખત એટલા માટે દેશ છોડવાનો નિર્ણય લેવો જરૂરી હતો.
પિત્ઝા ડિલિવર કરવા કેમ થયા મજબૂર
જર્મનીના એક પ્રત્રકારે તેમનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો. પત્રકાર સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ગની અને તેમની ટીમ સાથે મતભેદો સર્જાતા મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ પૈસા ખૂટી જતાં કંઇક કામ કરવું જરૂરી હતી. કાબુલ પર તાલિબાનના કબ્જો નિશ્ચિત હતો જેથી કાબુલ છોડીને જર્મન આવ્યો અને ગુજરાન ચલાવવા માટે હાલ સાયકલ પર પિત્ઝા ડિલિવરીનું કામ કરું છે. તેમણે જણાવ્યું હતું કે, મને પિત્ઝા ડિલિવરી હોય કહેડાવવામાં કોઇ શરમ નથી.