શોધખોળ કરો

Accident: તુર્કીમાં બે કાર સામ સામે ટકરાતા ચાર ગુજરાતીઓના મોત, મૃતકોમાં બે યુવતી સામેલ

તુર્કીમાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયાના અહેવાલ છે

તુર્કીમાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. મૃતક એક યુવતી વડગામ તાલુકાના ભંગરોડિયા ગામની છે.

Accident: તુર્કીમાં બે કાર સામ સામે ટકરાતા ચાર ગુજરાતીઓના મોત, મૃતકોમાં બે યુવતી સામેલ

રજા હોવાના કારણે ચારેય મિત્રો ફરવા ગયા હતા.  દરમિયાન બે કાર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંજલી મકવાણા, પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ અને હીના પાઠકનું મોત થયું હતું. કિરેનીયા નજીક થયેલા અકસ્માતમાં તમામ મોતને ભેટ્યા હતા.  મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી હતી.

સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલા બાદ NIA ટીમ તપાસ માટે જઈ શકે છે અમેરિકા

ખાલિસ્તાન સમર્થકોએ ફરી એકવાર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએ થોડા મહિના પહેલા દૂતાવાસની સામે થયેલા હુમલાની પણ તપાસ કરી રહી છે. આ હુમલામાં જે લોકો સામેલ હતા તેઓ 2 જુલાઈના હુમલામાં પણ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. સાન ફ્રાન્સિસ્કો સહિત કેનેડા અને યુકેમાં ભારતીય સંસ્થાઓને ખાલિસ્તાન સમર્થકોના પ્રદર્શનો અંગે સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ ટૂંક સમયમાં યુએસએ જઈ શકે છે. 2 જુલાઈ પહેલા સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની પણ NIA તપાસ કરી રહી છે. રવિવારે (2 જુલાઈ) સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ખાલિસ્તાન સમર્થકો વતી આગચંપીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાની સ્થાનિક ચેનલ દિયા ટીવીએ અહેવાલ આપ્યો હતો કે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં વહેલી સવારે આગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

2 જુલાઈના રોજ પણ હુમલો કરવામાં આવ્યો હતો

2 જુલાઈના હુમલાની તપાસ પણ NIAને સોંપવામાં આવી શકે છે. 2 જુલાઈના હુમલા પહેલા ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે 20 માર્ચે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. 20 માર્ચે ભારતીય દૂતાવાસમાં કરવામાં આવેલી તોડફોડની સાથે આ લોકોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને પણ તોડી નાખ્યા અને દૂતાવાસની અંદર બે ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા હતા. જો કે, દૂતાવાસના બે કર્મચારીઓ દ્વારા તે ધ્વજને ટૂંક સમયમાં દૂર કરવામાં આવ્યા હતા. આ પછી દેખાવકારોનું એક જૂથ એમ્બેસીમાં ઘૂસી ગયું અને દરવાજા અને બારીઓ તોડી નાખી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget