G7 Summit: ઈટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ રીતે કર્યુ સ્વાગત, જુઓ વીડિયો
PM નરેન્દ્ર મોદીએ G7 સમિટના 'આઉટરીચ સેશન'માં ભાગ લીધો હતો.
PM Modi In G-7 Summit: જી-7 સંમેલનમાં (G7 Summit) ભાગ લેવા પીએમ મોદી ઇટાલી પહોંચ્યા છે. તેમનું ઇટાલી પીએમ જોર્જિયા મેલોનીએ સ્વાગત તર્યુ હતું. ભારત જી-7 શિખર સંમેલનમાં આઉટરીચ રાષ્ટ્ર (PM Modi attends Outreach session) તરીકે ભાગ લઈ રહ્યું છે. પીએમ મદીએ કહ્યું કે, વૈશ્વિક પડકારોને ઉકેલવા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે શુક્રવારે G-7 સમિટમાં (Group if seven summit) વૈશ્વિક નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવા તેઓ અત્યંત આતુર છે. PM નરેન્દ્ર મોદીએ G7 સમિટના 'આઉટરીચ સેશન'માં ભાગ લેવા માટે અપુલિયા પહોંચ્યા પછી આ ટિપ્પણી કરી હતી.
પીએમ મોદી આ નેતાઓને મળ્યા
G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનાક (United Kingdom Prime Minister Rishi Sunak) અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Ukraine President Volodymyr Zelenskyy) સાથે મુલાકાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદી ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને આયોજિત સત્રમાં ભાગ લીધો. આ સત્રમાં પોપ ફ્રાન્સિસ પણ ભાગ લીધો. પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરી હતી.
#WATCH | Italy: Prime Minister of Italy Giorgia Meloni receives Prime Minister Narendra Modi as India participates as an 'Outreach nation' in G7 Summit pic.twitter.com/Sqna3AEu9X
— ANI (@ANI) June 14, 2024
ઇટાલી પહોંચીને PM મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ ખુશ છે કે તેમના સતત ત્રીજા કાર્યકાળમાં તેમની પ્રથમ મુલાકાત G7 સમિટ માટે ઇટાલીની છે. વડાપ્રધાને તેમની અગાઉની ઇટાલીની મુલાકાત અને વડાપ્રધાન મેલોનીની ભારતની મુલાકાતોને પણ યાદ કરી, જેણે દ્વિપક્ષીય સંબંધોને વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી પહોંચ્યા. વૈશ્વિક નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવા માટે આતુર છીએ. અમારો ધ્યેય વૈશ્વિક પડકારોનો સાથે મળીને ઉકેલ લાવવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાનો છે. હું 2021 માં G20 સમિટ માટે મારી ઇટાલીની મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરું છું. વડા પ્રધાન મેલોનીની ગયા વર્ષે ભારતની બે મુલાકાતો અમારા દ્વિપક્ષીય કાર્યસૂચિને ગતિ અને ઊંડાણ લાવવામાં મહત્વની હતી. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઇન્ડો-પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.
G7 Summit: PM Modi attends Outreach Session, meets Pope Francis
— ANI Digital (@ani_digital) June 14, 2024
Read @ANI Story | https://t.co/VNVxlqbLZG#G7Summit #PMModi #RishiSunak #PopeFrancis #GiorgiaMeloni #Italy pic.twitter.com/kJO0BX57mV