Nepal Social Media Ban: નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ Gen-Zનો ઉગ્ર વિરોધ, 2નાં મોત અનેક ઘાયલ
Nepal Social Media Ban Gen-Z Protest : નેપાળમાં ફેસબુક અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મુકવાને લઈને હોબાળો શરૂ થયો છે. વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા છે.

Nepal Social Media Ban Gen-Z Protest :નેપાળમાં હજારો Gen-Z રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. સોમવારે (8 સપ્ટેમ્બર) રાજધાની કાઠમંડુમાં ભારે હોબાળો થયો હતો. વિરોધીઓ નેપાળની સંસદમાં પણ ઘૂસી ગયા હતા. પરિસ્થિતિ કાઠમંડુ બહાર જતી જોઈને પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને પાણીનો છંટકાવ પણ કર્યો. 'ધ હિમાલયન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, એક વ્યક્તિનું મોત થયું છે.
નેપાળ સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી બેઠક બેઠક બોલાવી છે. પોલીસે કાઠમંડુમાં રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે. કાઠમંડુમાં હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સેના તૈનાત કરવામાં આવી છે. સંસદ સંકુલના ગેટ નંબર 2 પર આગ લાગવાના પણ સમાચાર છે. ફાયર બ્રિગેડના વાહનો ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી શકે છે.
નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, 12 હજારથી વધુ વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેઓએ સંસદના ગેટ નંબર 1 અને 2 પર કબજો કરી લીધો છે. સંસદ ભવન સાથે, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ ભવન અને વડા પ્રધાનના નિવાસસ્થાન નજીક સેના તૈનાત કરવામાં આવી છે.
૩ સપ્ટેમ્બરના રોજ, નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ પ્લેટફોર્મ્સ નેપાળના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે નોંધાયેલા નહોતા. મંત્રાલયે તેમને 28 ઓગસ્ટથી 7 દિવસનો સમય આપ્યો હતો. તેની સમયમર્યાદા ૨ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોના મોત
નેપાળે સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ કેમ મૂક્યો?
સોશિયલ મીડિયા એપ્સ નેપાળના સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં નોંધાયેલી નહોતી. મંત્રાલયે તેમને 28 ઓગસ્ટથી 7 દિવસનો સમય આપ્યો હતો. તેની સમયમર્યાદા 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગઈ હતીકાઠમંડુમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સોથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન બે લોકોના મોત થયા હતા.
નેપાળની કેપી શર્મા ઓલી સરકાર દ્વારા તાજેતરમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચારથી ગુસ્સે થયેલી નવી પેઢી (જનરલ ઝેડ) સોમવારે રસ્તાઓ પર ઉતરી આવી હતી. રાજધાની કાઠમંડુમાં 10 હજારથી વધુ યુવાનો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા, જેને તેમણે "જનરલ ઝેડ રિવોલ્યુશન" નામ આપ્યું હતું.
ઓનલાઇન શરૂ થયેલ આ આંદોલન ઝડપથી રસ્તાઓ પર ફેલાઈ ગયું અને પ્રદર્શનકારીઓ નેપાળની સંસદ પાસે પોલીસ બેરિકેડ તોડીને અંદર પ્રવેશવા લાગ્યા. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે ગોળીબાર કર્યો, ટીયર ગેસ છોડ્ય હતા.




















