શોધખોળ કરો
અમેરિકામાં વધુ એક ગુજરાતી પટેલની હત્યાથી ગુજરાતી સમાજમાં ભયનો માહોલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થા ગુજરાતી સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે. 23 વર્ષીય ગુજરાતી યુવાન વત્સલ પટેલની લૂંટારુંઓએ હત્યા નિપજાવી છે. અમેરિકામાં છેલ્લાં બે વર્ષમાં આ 12માં ગુજરાતીની હત્યા છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જ્યોર્જિયા સ્ટેટના કોલંમ્બસના Linwood Ave ખાતે 5 Corner Lotto શોપ ધરાવતા ગુજરાતી પિતા-પુત્ર પર લૂંટારુંઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 23 વર્ષીય વત્સલ પટેલનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના પિતાને સારવાર માટે મિડલ્ટન મેડીકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે. પોલીસ આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી. મળતી માહિતી મુજબ પોલીસે સંદિગ્ધ વ્યક્તીને સ્કેચ જાહેર કર્યો છે. જે અનુસાર વત્સલ પટેલને મારનાવ વ્યક્તિની ઉંમર 19-30 વર્ષની વચ્ચે છે અને તે વર્ણ કાળો હતો ઉપરાંત તેણે કાળા કપડા પહેર્યા હતા.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















