Russia Earthquake: રશિયામાં ભયાનક ધરતીકંપ, 7.8 ની તીવ્રતાથી ધરતી ધ્રુજી, સુનામીનું પણ અપાયું એલર્ટ
Russia Earthquake: રશિયાના કાંચટકામાં અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે (૧૩ સપ્ટેમ્બર) ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

Russia Earthquake: રશિયામાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો છે, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. કામચટકા ટાપુ નજીક 7.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ તીવ્ર ભૂકંપથી રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ફર્નિચર, કાર અને લાઇટ જોરદાર રીતે ધ્રુજતા જોવા મળે છે.
એક અઠવાડિયા પહેલા, રશિયામાં પણ એક જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. કામચટકા પ્રદેશ નજીક 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી.
કામચટકા પ્રદેશના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે ટેલિગ્રામ પર જાહેરાત કરી હતી કે પૂર્વ કિનારા પર સુનામીનો ખતરો છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં કોઈ નુકસાન થયું નથી.
A powerful #earthquake of 7.8 is recorded in #Kamchatka, #Russia, so authorities have issued a tsunami alert for the region and in #Alaska pic.twitter.com/KTDdCDjl50
— Devesh , वनवासी (@Devesh81403955) September 19, 2025
શનિવારે કામચટકામાં પણ ભૂકંપ આવ્યો હતો
રશિયાના કાંચટકામાં અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે (૧૩ સપ્ટેમ્બર) ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ કામચટકા ક્ષેત્રના વહીવટી કેન્દ્ર, રશિયન શહેર પેટ્રોપાવલોવસ્ક-કામચટસ્કીથી ૧૧૧ કિલોમીટર (૬૯ માઇલ) પૂર્વમાં ૩૯.૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ મહિને રશિયામાં ત્રણ ભૂકંપ આવ્યા છે
રશિયાનો કામચટકા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ પ્રદેશ છે. આ મહિને (સપ્ટેમ્બર 2025), અત્યાર સુધીમાં ત્રણ ભૂકંપ આવ્યા છે. 15 સપ્ટેમ્બરના રોજ કામચટકા શહેરમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 13 સપ્ટેમ્બરના રોજ 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જુલાઈમાં પણ ઘણા ભૂકંપ આવ્યા હતા. 30 જુલાઈના રોજ 8.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 20 જુલાઈના રોજ 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.




















