India China Meeting: ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓની લદ્દાખમાં યોજાઇ બેઠક, જાણો કઇ મુદ્દા પર થઇ ચર્ચા?
મે 2020માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે.
India China Army Meeting: ભારતીય સેના અને ચીની સેનાના અધિકારીઓની મંગળવારે (16 મે)ના રોજ મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ બેઠક લદ્દાખમાં LAC સાથે દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં બંને સેનાના મેજર જનરલ સ્તરના અધિકારીઓ વચ્ચે થઈ હતી. બંને પક્ષોએ ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા માટે ચર્ચા કરાઇ હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક નિયમિત પ્રક્રિયા હતી.
ગયા મહિનાની શરૂઆતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠક પહેલા, 23 એપ્રિલે, ભારત અને ચીને પૂર્વી લદ્દાખમાં ચીન તરફના મોલ્ડો ખાતે કોર્પ્સ કમાન્ડર વાટાઘાટોનો 18મો રાઉન્ડ યોજ્યો હતો. જેમાં મે 2020થી ચાલી રહેલી મડાગાંઠને ઉકેલવા માટે વાતચીત કરવામાં આવી હતી. ભારતીય પક્ષનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ રાશિમ બાલી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તાજેતરમાં લેહ સ્થિત 14 કોર્પ્સ કમાન્ડર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
સંરક્ષણ મંત્રીએ શાંતિપૂર્ણ ઉકેલની વાત કરી હતી
આ બેઠકના એક અઠવાડિયા પહેલા આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ગતિરોધના શાંતિપૂર્ણ નિરાકરણ માટે ચાલી રહેલી વાટાઘાટો યથાવત રહેશે અને તણાવ ઓછો કરવો એ આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
મે 2020માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે. જો કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પૂર્વી લદ્દાખમાં એલએસી પર બંને પક્ષોએ ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોગ પોઈન્ટ-15થી પીછેહઠ કરવા માટે સૈનિકોને પાછા બોલાવ્યા ત્યારે થોડો તણાવ ઓછો થયો હતો. જો કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા હતા. ત્યારે પણ સૈન્ય સ્તરની વાતચીત બાદ મામલો ઉકેલાયો હતો.
Pakistan : અમેરિકા થયું ભુરાયું! Pak આર્મી ચીફ અસીમ મુનીર થોડા દિવસના જ મહેમાન?
Pakistani Army Chief Asim Munir : પીટીઆઈના નેતા ઈમરાન ખાનના શક્તિપ્રદર્શન અને સુપ્રીમ કોર્ટમાં થયેલી જીત બાદ પાકિસ્તાનની શક્તિશાળી સેના સાથેની તેમની લડાઈ વધતી જઈ રહી છે. પાકિસ્તાન આર્મી ઈમરાન ખાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ નોંધીને તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. દરમિયાન, ઈમરાન ખાને ખુલ્લેઆમ કહ્યું છે કે, 9 મેના રોજ તેમના 'અપહરણ' પાછળ આર્મી ચીફ અસીમ મુનીરનો હાથ છે. હવે પાકિસ્તાનના સૈન્ય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે, શું અમેરિકા આર્મી ચીફ જનરલ મુનીરને હટાવવા માંગે છે? આ આશંકા પાછળનું મુખ્ય કારણ ઝાલ્મે ખલીલઝાદ છે, જેઓ અફઘાનિસ્તાનમાં અમેરિકાના દૂત રહી ચૂક્યા છે અને તાલિબાન સાથે તેમણે જ ડીલ કરાવી હતી.
ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં જોરદાર હિંસા શરૂ થયા બાદ ઝાલ્મે ખલીલઝાદે અનેક ટ્વિટમાં પીટીઆઈ નેતાનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. બાઈડેન સરકારના નજીકના અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બાબતોના નિષ્ણાત ઝાલ્મે ખલીલઝાદે આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાની સેના એક ડગલું પીછેહઠ કરવાને બદલે ડ્રામા આગળ વધારવા જઈ રહી છે. એવી અફવા છે કે, પાકિસ્તાની સેના ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની ધરપકડ કરવા માગે છે.
'જો અસીમ મુનીર દેશભક્ત હોય તો રાજીનામું આપે'
ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત જાલ્મેએ કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના ઈચ્છે છે કે, ઈમરાન ખાન વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે અને તેમને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવે. આ એક અક્ષમ્ય અને બેદરકારીભર્યું પગલું હશે. હું ફરી એકવાર પુનરાવર્તન કરું છું કે, જો આર્મી ચીફ જનરલ મુનીર દેશભક્ત હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ચૂંટણીની તારીખ જાહેર કરીને બાબતોને પાટા પર લાવવી જોઈએ. તેમણે પાકિસ્તાનના લોકોને અપીલ કરી છે કે, જો સેના કોઈ વિનાશક પગલું ભરે છે તો તે તેનો વિરોધ કરે