શોધખોળ કરો
Advertisement
પત્રકાર રવીશ કુમારને મળ્યો 2019નો રેમન મૈગ્સેસ એવોર્ડ
આ વર્ષે રવીશ કુમાર સિવાય આ સન્માન મ્યાનમારના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપજીત, ફિલિપીન્સના રેમુંડો પુંજાંતે કૈયાબ અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કીને પણ આપવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ભારતના પત્રકાર રવીશ કુમારને વર્ષ 2019નો રેમન મૈગ્સેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ પુરસ્કાર પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આ એવોર્ડને નોબેલ એવોર્ડનો એશિયાઇ વર્ઝન માનવામાં આવે છે. પુરસ્કાર ફાઉન્ડેશને શુક્રવારે તેની જાહેરાત કરી હતી. તે સિવાય અન્ય ચાર વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યા છે.
આ વર્ષે રવીશ કુમાર સિવાય આ સન્માન મ્યાનમારના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપજીત, ફિલિપીન્સના રેમુંડો પુંજાંતે કૈયાબ અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ-કીને પણ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફિલિપીન્સના રાષ્ટ્રપતિ રેમન મૈગ્સેસની સ્મૃતિમાં આપનાર આ સન્માન દર વર્ષે પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. એવોર્ડ ફાઉન્ડેશનને રવીશ કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમને સામાન્ય લોકોની વાસ્તવિક લાઇફની મુશ્કેલીઓ સાથે જોડનાર ગણાવી કહ્યું કે, જો તમે લોકોનો અવાજ બનો છો ત્યારે તમે એક પત્રકાર છો. એવોર્ડ વિજેતાઓને 31 ઓગસ્ટ 2019ના રોજ આયોજીત થનારા સતાવાર સમારોહમાં એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 1957માં શરૂ થયેલા આ એવોર્ડને એશિયાનો સર્વોચ્ચ એવોર્ડ માનવામાં આવે છે.These are the five recipients of Asia’s premier prize and highest honor, the 2019 Ramon Magsaysay Awardees. #RamonMagsaysayAward pic.twitter.com/HrLG1qVt6L
— Ramon Magsaysay Award (@MagsaysayAward) August 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement