શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને કહ્યું ભારત આ મહિને અમારી ઉપર ફરીથી હુમલો કરી શકે છે, તો ભારતે આપ્યો આવો જવાબ
પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીનો હેતુ પ્રદેશમાં યુદ્ધ ઉન્માદ ફેલાવનારી છે. પાકિસ્તાને આવી અફવાઓ ફેલાવવાને બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય પગલા ભરવાની જરૂર છે
નવી દિલ્હીઃ આતંકવાદને પનાહ આપનારા પાડોશી દેશ પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારત 16 થી 20 એપ્રિલની વચ્ચે ફરીથી પાકિસ્તાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની આ ટિપ્પણીને ‘બિનજવાબદારી ભરેલી અને નિરર્થક’ ગણાવીને ફગાવી દીધી છે.
કુરેશીએ કહ્યું હતું કે, પાકિસ્તાનની પાસે ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. એટલું જ નહીં પાકિસ્તાને ભારતીય ઉપ ઉચ્ચાયુક્ત ગૌરવ અહલુવાલિયાને સૌંપી દીધો અને ‘કોઇપણ દુસ્સાહસ’ને લઇને ચેતાવણી જાહેર કરી હતી.
પાકિસ્તાનના આ દાવોનો ભારતે જવાબ આપ્યો, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે તીખા શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાની વિદેશ મંત્રીની ટિપ્પણીનો હેતુ પ્રદેશમાં યુદ્ધ ઉન્માદ ફેલાવનારી છે. પાકિસ્તાને આવી અફવાઓ ફેલાવવાને બદલે પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય પગલા ભરવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement