શોધખોળ કરો

ઇન્ડોનેશિયામાં ભયાનક જહાજ દુર્ઘટના: આગ લાગતા 300થી વધુ મુસાફરો જીવ બચાવવા દરિયામાં કૂદ્યા; જુઓ ભયાનક વીડિયો

KM બાર્સેલોના VA જહાજમાં આગનું કારણ અકબંધ, માછીમારોએ અનેક લોકોના જીવ બચાવ્યા; જાનહાનિની પુષ્ટિ નથી.

Indonesia ferry fire video: ઇન્ડોનેશિયામાં એક મોટી અને ભયાવહ દુર્ઘટના બની છે. ઉત્તર સુલાવેસીમાં તાલિસ ટાપુ નજીક KM બાર્સેલોના VA નામના એક પેસેન્જર જહાજમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જહાજમાં સવાર 280 થી વધુ મુસાફરો, જેમાં ઘણા બાળકો પણ શામેલ હતા, તેમણે પોતાનો જીવ બચાવવા માટે જીવના જોખમે ઉછળતા દરિયામાં કૂદી પડ્યા હતા. આ સમગ્ર ભયાનક દ્રશ્ય ઘણા મુસાફરોએ પોતાના ફોનમાં કેદ કર્યું છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આગનો ભયાનક દ્રશ્ય અને મુસાફરોની સ્થિતિ

વાયરલ થયેલા ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જહાજ પર આગ લાગ્યા બાદ ગભરાયેલા મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે દરિયામાં કૂદી રહ્યા છે. આમાંથી મોટાભાગના લોકોએ લાઇફ સેફ્ટી જેકેટ પહેર્યા હતા, પરંતુ કેટલાક મુસાફરો જેકેટ વિના જ દરિયામાં ઝંપલાવતા જોવા મળ્યા હતા. આગથી લગભગ 10 થી 15 મીટર દૂર તરીને ગયેલી એક મહિલા દ્વારા ફિલ્માવવામાં આવેલા વીડિયોમાં, બોટ પર સવાર લોકોની હતાશા અને જીવ બચાવવા માટેની ફાંફાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આખા જહાજમાંથી કાળો ધુમાડો આકાશમાં ઉછળતો જોવા મળી રહ્યો છે અને લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે.

બચાવ કામગીરી અને માછીમારોની મદદ

આ ઘટનાની જાણ થતા જ ઇન્ડોનેશિયન શોધ અને બચાવ ટીમોએ મોટા પાયે સ્થળાંતર અને બચાવ પ્રયાસો શરૂ કર્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને, નજીકના ટેલિસ ટાપુ પરથી પસાર થઈ રહેલી ઘણી માછીમારી બોટોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ માછીમારોએ પાણીમાંથી કેટલાક બચી ગયેલા લોકોને બચાવ્યા અને તેમને પોતાની બોટમાં સવાર કરીને કિનારે સુરક્ષિત રીતે પહોંચાડ્યા.

હાલમાં, જહાજમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી કોઈ જાનહાનિની ​​પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ ઇન્ડોનેશિયામાં દરિયાઈ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?

ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics

BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
Advertisement

વિડિઓઝ

Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Surat Firing Case: સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’

Bihar Politics: બિહારમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ? તમામ 6 ધારાસભ્યો NDA માં જોડાવાની તૈયારીમાં, દિલ્હી સુધી હડકંપ

Bihar Politics: 238 બેઠકો પર લડ્યા અને મળ્યું મોટું શૂન્ય! પ્રશાંત કિશોરે હાર બાદ લીધો આ ચોંકાવનારો નિર્ણય

Delhi Blast Case: આરોપી ડૉક્ટરોએ પૂછપરછમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, ફોનની ફોરેન્સિક તપાસમાં જાણો શું સામે આવ્યું

Embed widget