શોધખોળ કરો
Advertisement
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ પર ઈરાનનો પલટવાર, કહ્યું- અમારી સેંકડો મિસાઈલ હતી તૈયાર
ઈરાનના બ્રિગેડિયર જનરલ આમિર અલી હાજિજાદેહે કહ્યું કે બુધવારે ઈરાનની સેનાએ ઈરાકમાં એક અમેરિકી સૈન્ય ઠેકાણા પર 13 મિસાઈલો છોડી હતી. અમે સેંકડો મિસાઈલ છોડવા માટે તૈયાર હતા
નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્રાવા ઈરાને પરમાણુ તાકાતથી ક્યારેય સંપન્ન નહીં બનવા દેવનાના સંકલ્પવાળા નિવેદનથી ઈરાન ગભરાઈ ગયું છે. ઈરાને પણ તેના પર પલટવાર કર્યો છે. ઈરાનના એરોસ્પેસ પ્રોગ્રામનું નેતૃત્વ કરનાર બ્રિગેડિયરે કહ્યું કે ઈરાનની સેંકડો મિસાઈલ તૈયાર રાખી હતી.
ઈરાનના બ્રિગેડિયર જનરલ આમિર અલી હાજિજાદેહે કહ્યું કે બુધવારે ઈરાનની સેનાએ ઈરાકમાં એક અમેરિકી સૈન્ય ઠેકાણા પર 13 મિસાઈલો છોડી હતી. અમે સેંકડો મિસાઈલ છોડવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું મિસાઈલ હુમલાના અનેક અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે.
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી હતી. જેમાં તેમણે કહ્યું, હું જ્યાં સુધી રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી નહીં આપું. ટ્રપે ઈરાનના દાવાને ફગાવતા કહ્યું કે હુમલામાં કોઈપણ અમેરિકનને નુકશાન થયું નથી. અમારા તમામ સૈનિકો સુરક્ષિત છે. માત્ર અમારા સૈન્ય ઠેકાણાને થોડું નુકસાન થયું છે.
અમેરિકાના હુમલા બાદ ઈરાન અમેરિકના સૈન્ય એરબેઝ પર 22 મિસાઈલો છોડી હોવાનો દાવો કર્યો હતો. આ હુમલામાં 80 લોકો માર્યાં ગયા હોવાનો દાવો પણ કર્યો હતો.. આ હુમલા બાદ ઈરાને એ પણ કહ્યું હતું કે, અમેરિકા જો કાર્યવાહી કરશે તો પછી સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ જોવા મળશે.
ઈરાને સુલેમાનીના મોતનો બદલો લેવાની ધમકી આપી હતી તો અમેરિકા પણ પાછળ હટીશું નહીં તેમ કહ્યું હતું. આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના 52 ઠેકાણાંને નિશાન બનાવાની ધમકી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion