શોધખોળ કરો

પાકિસ્તાનમાં થશે અમેરિકા ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા: આગામી 2 દિવસમાં મોટી જાહેરાતની શક્યતા!

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી અને આર્મી ચીફ અસીમ મુનીરના કર્યા ભારે વખાણ; કહ્યું "વાટાઘાટો એવા જ દેશમાં થવી જોઈએ જે આ મુદ્દા સાથે સીધો જોડાયેલો હોય."

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા પાકિસ્તાનમાં યોજાશે.
  • ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના વખાણ કર્યા.
  • ટ્રમ્પના મતે, આ વાર્તા પાકિસ્તાનમાં સફળ થવાની શક્યતા.
  • આ મુલાકાત 'ઓપરેશન સિંદૂર' સમયના સંબંધો દર્શાવે છે.

Trump New York Post Interview: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે હવે બીજા રાઉન્ડની વાતચીત પાકિસ્તાનમાં યોજાવા જઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સંકેત આપ્યો છે કે આગામી 2 દિવસની અંદર પાકિસ્તાનની ધરતી પર આ મહત્વની મંત્રણા થઈ શકે છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાન ફરી એકવાર આ વૈશ્વિક કટોકટીમાં વચેટિયા (મધ્યસ્થી) તરીકે મોટી ભૂમિકા ભજવવા અને પ્રાદેશિક શાંતિ પ્રક્રિયાના કેન્દ્રમાં પોતાને સ્થાપિત કરવા માટે હવાતિયાં મારી રહ્યું છે.

ટ્રમ્પે કર્યા પાકિસ્તાન અને મુનીરના વખાણ

અમેરિકન અખબાર 'ન્યૂયોર્ક પોસ્ટ' ના એક લેટેસ્ટ અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે આ મંત્રણા માટે પાકિસ્તાનની ભૂમિકા અને ખાસ કરીને ત્યાંના લશ્કરી નેતૃત્વ (આર્મી ચીફ અસીમ મુનીર) ના ખુલ્લા મોંઢે વખાણ કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આવી ગંભીર અને મહત્વની વાટાઘાટો એવા જ દેશમાં થવી જોઈએ જે આખા મુદ્દા સાથે સીધી રીતે જોડાયેલો હોય, નહીં કે કોઈ એવા દેશમાં જેને આ સંઘર્ષ સાથે કોઈ લેવાદેવા જ ન હોય.

"આગામી 2 દિવસમાં ગમે તે થઈ શકે છે": ટ્રમ્પ

આ અહેવાલમાં એક રસપ્રદ કિસ્સો પણ ટાંકવામાં આવ્યો છે. 'ધ પોસ્ટ' ના રિપોર્ટર સાથે અમેરિકા ઈરાન વચ્ચે ભવિષ્યમાં થનારી વાતચીત અંગે ચર્ચા કર્યાના થોડા જ સમય બાદ, ટ્રમ્પે લેટેસ્ટ અપડેટ આપવા માટે તે રિપોર્ટરને સામેથી ફરી ફોન કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, "તમારે ત્યાં (પાકિસ્તાનમાં) રહેવું જોઈએ, કારણ કે આવતા 2 દિવસમાં ગમે તે થઈ શકે છે. અમે ત્યાં જવા માટે પૂરી રીતે તૈયાર છીએ." તેમણે આગળ એમ પણ ઉમેર્યું કે, "આ મંત્રણા સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે છે કારણ કે ત્યાંના ફિલ્ડ માર્શલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે."

ટ્રમ્પ અને મુનીર વચ્ચેનો 'ઓપરેશન સિંદૂર' વખતનો સંબંધ

આ પહેલીવાર નથી જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિએ 'ફિલ્ડ માર્શલ' મુનીરનો ઉલ્લેખ કર્યો હોય. અસીમ મુનીર સાથે ટ્રમ્પના સંબંધોનો તાર ભારતના પાકિસ્તાન વિરુદ્ધના 'ઓપરેશન સિંદૂર' સાથે પણ જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાના જડબાતોડ જવાબરૂપે ભારતે પાકિસ્તાન પર આ મોટી લશ્કરી કાર્યવાહી કરી હતી. તે સમયે ટ્રમ્પે એવો મોટો દાવો કર્યો હતો કે તેમના દબાણ અને દરમિયાનગીરીના કારણે જ આ યુદ્ધ અટક્યું હતું, જોકે ભારતે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

Frequently Asked Questions

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે કઈ બાબતે વાતચીત યોજાવાની છે?

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ સ્થાપવા માટે વાતચીત યોજાવાની છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની કઈ બાબતોના વખાણ કર્યા છે?

ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની શાંતિ સ્થાપવામાં ભૂમિકા અને ત્યાંના લશ્કરી નેતૃત્વ (આર્મી ચીફ અસીમ મુનીર) ના કામના વખાણ કર્યા છે.

ટ્રમ્પ અનુસાર, આ વાતચીત ક્યાં થવી જોઈએ?

ટ્રમ્પના મતે, આવી મહત્વની વાટાઘાટો એવા દેશમાં થવી જોઈએ જે મુદ્દા સાથે સીધી રીતે જોડાયેલો હોય, નહીં કે કોઈ એવા દેશમાં જેને સંઘર્ષ સાથે લેવાદેવા જ ન હોય.

ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેનો સંબંધ કયા પ્રસંગ સાથે જોડાયેલો છે?

ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચેનો સંબંધ ભારતના પાકિસ્તાન વિરુદ્ધના 'ઓપરેશન સિંદૂર' વખતનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

Embed widget