શોધખોળ કરો
Advertisement
કાશ્મીર પર UNSCમાં પાકિસ્તાનને માત્ર ચીનનો સાથ મળ્યો, ભારતે કહ્યું- 'વિશેષ દરજ્જો ખત્મ કરવો અમારો આંતરિક મામલો'
જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાના મામલે થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ચીનનુ ખુલ્લુ સમર્થન છે. બાકીના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર: જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાના મામલે થયેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ચીનનુ ખુલ્લુ સમર્થન છે. બાકીના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. બેઠકમાં ભારત UNSCને સ્પષ્ટ રીતે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી અને તેનો વિશેષ દરજ્જો ખત્મ કરવો દેશનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન આ વાસ્તવિક્તાનો સ્વીકાર કરે.
પાકિસ્તાની ન્યૂઝ પેપર ડોન અનુસાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની દૂત મલીહા લોધી અને તેમની ટીમ આ મહિનાની શરૂઆતથી જ સંયુક્ત રાષ્ટ્રના સદસ્યોને એ સમજાવવામાં લાગ્યા છે કે કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ખત્મ કરવાથી દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતાને કઈ રીતે ખતરો છે. ન્યૂઝ પેપર અનુસાર, 'પરંતુ સુરક્ષા પરિષદમાં હાલના સદસ્યો પાકિસ્તાનના સમર્થનમાં નથી જોવા મળી રહ્યા.'
જમ્મુ કાશ્મીરની હાલની પરિસ્થિતિ પર ચર્ચા પર પાકિસ્તાનના અનુરોધ પર ચીને આ બેઠક બોલાવી છે. ન્યૂઝ પેપર મુબજ, સુરક્ષા પરિષદના શેષ ચાર સદસ્યો બ્રિટન, ફ્રાંસ, રશિયા અને અમેરિકા ઈચ્છે કે ભારત અને પાકિસ્તાન દ્વવિપક્ષીય સ્તર પર કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત અકબરુદ્દીને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર પર લેવાયેલા નિર્ણયથી બહારના લોકોને કોઇ લેવાદેવા નથી. જેહાદના નામ પર પાકિસ્તાન હિંસા ફેલાવી રહ્યું છે. અમે અમારી નીતિ પર હંમેશાથી અડગ છીએ. હિંસા કોઇ મુદ્દાનો ઉકેલ નથી. સાથે તેમણે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion