Japan Flight Fire: જાપાનમાં લેંડ કરતી વખતે પ્લેનમાં લાગી આગ, જુઓ વીડિયો
જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી.
Japan Flight Fire: જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.
NHK મીડિયાએ આ ઘટનાના ફૂટેજ જાહેર કર્યા છે. આમાં પ્લેનની બારી નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર 16:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉપડી અને 17:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.
#UPDATE | All 379 passengers and crew have escaped from a Japan Airlines aircraft that caught fire at Tokyo's Haneda Airport, a JAL official says. The plane is still burning, reports Japan's NHK news
— ANI (@ANI) January 2, 2024
આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે.
'Hundreds' evacuated from plane; footage shows explosion as it taxies on runway
— Sky News (@SkyNews) January 2, 2024
🔗 Click below for the latest on the plane fire in Japanhttps://t.co/hTng3FVSq2
જાપાન ટાઈમ્સ અનુસાર, ફ્લાઈટમાંથી કુલ 367 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
日本航空によりますと、新千歳空港から羽田空港に向かっていた516便が、着陸後に海上保安庁の航空機とみられるものと衝突したという情報があるということです。
— NHKニュース (@nhk_news) January 2, 2024
乗客は全員が脱出しているということです。
(午後6時半ごろ放送)https://t.co/UGWveQ1hVi#nhk_video pic.twitter.com/VKpWS5G2Td