શોધખોળ કરો
Advertisement
Covid Vaccine: જોનસન એન્ડ જોનસન યુવાઓમાં કરશે કોરોના રસીનું ટેસ્ટિંગ
સુરક્ષા અને અન્ય માપદંડોને આધારે કંપનીની યોજના નાના બાળકો પર ટેસ્ટિંગ કરવાની પણ છે.
યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી)ની બેઠકમાં શુક્રવારે જોનસન એન્ડ જોનસન કંપનીના એક અધિકારીએ કહ્યું કે, કંપની ટૂંકમાં 12થી 18 વર્ષની ઉંમરના યુવાઓમાં પોતાની કોરોના રસીનું ટ્રાયલ શરૂવ કરવાની યોજના બનાવી રહી છે.
બાળકો પર કોરોના રસીના ટેસ્ટિંગની યોજના
જોનસન એન્ડ જોનસનના ડો. જેરી સેડ્રોફે ઇમ્યૂનાઈઝેશન પ્રેક્ટિસ પર સીડીસીની એડવાઈઝરી કમિટીની વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું કે, “અમે સુરક્ષા માપદંડોને ધ્યાનમાં રાકતા જેટલું ઝડપથી બને એટલું ઝડપથી બાળકોમાં કોરોના રસીનું ટેસ્ટિંગ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જ્યારે જોનસન એન્ડ જોનસની જેનસેન યૂનિટમાં રસી રીસર્ચ વૈજ્ઞાનિક, સફોદે કહ્યું કે, “સુરક્ષા અને અન્ય માપદંડોને આધારે કંપનીની યોજના નાના બાળકો પર ટેસ્ટિંગ કરવાની પણ છે.”
ફાઈઝર અંક પહેલા જ કરી રહી છે કોરા રસીનું ટેસ્ટિંગ
જણાવીએ કે, જોનસન એન્ડ જોનસને સપ્ટેમ્બર મહિનાના અંતમાં 60,000 સ્વયંસેવકો ફેઝ-3 સ્ટડીમાં વયસ્કોમાં રસીનું ટ્રાયલ શરૂ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં જ એક પ્રતિભાગીની ગંભીર સ્થિતિને જોતા ટ્રાયલ રોકવું પણ પડ્યું હતું. આ અભ્યાસ વિતેલા સપ્તાહે જ શરૂ થયો છે. નોંધનીય છે કે, દવા બનાવતી કંપની ફાઇજર ઇંકે પહેલા જ કોરોના રસીનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે, જે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જર્મનીના બાયોટેકની સાથે વિકસિત કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement