શોધખોળ કરો

'હું તારી બોસ છું, તે મારી સાથે સંબંધ નહીં બાંધ્યા તો...', જેપી માર્ગનની મહિલા અધિકારી પર ભારતીય યુવકે લગાવ્યા ગંભીર આરોપ

જેપી મોર્ગન ચેસની એક સિનિયર મહિલા અધિકારી Lorna Hajdini પર એક જૂનિયર કર્મચારીએ ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે.

જેપી મોર્ગન ચેસની એક સિનિયર મહિલા અધિકારી Lorna Hajdini પર એક જૂનિયર કર્મચારીએ ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસ ન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહ્યો છે. ફરિયાદી ભારતીય મૂળનો યુવક છે અને તેની ઓળખ છૂપાવવામાં આવી છે. તેણે જાતીય સતામણી, વંશીય અપમાન અને કારકિર્દીને જોખમમાં મુકવાની ધમકીઓનો આરોપ લગાવ્યો છે.

સોમવાર (27 એપ્રિલ) ના રોજ કોર્ટમાં દાખલ કરાયેલા નવા મુકદ્દમા મુજબ, આ ઘટના 2024માં શરૂ થઈ હતી જ્યારે બંને સાથે કામ કરતા હતા. પીડિત કર્મચારીનો દાવો છે કે Hajdini શરૂઆતથી જ તેની સાથે અયોગ્ય વર્તન કરવા લાગી હતી. એક દિવસ કામ કરતા સમયે તેણે જાણી જોઈને પેન નીચે પાડી અને તેને ઉપાડતી વખતે તેના શરીરને સ્પર્શ કર્યો અને કહ્યું, "ઓહ, તું કોલેજમાં બાસ્કેટબોલ રમતો હતો? મને બાસ્કેટબોલ ખેલાડીઓ ગમે છે. આવા લોકો મને બેચેન કરી દે છે." ધીમે ધીમે તેણીનું વર્તન વધુને વધુ વિચિત્ર બનતું ગયું. તેણીએ કર્મચારીને ડ્રિંક માટે બહાર બોલાવ્યો અને તેના પર શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. જ્યારે પીડિત કર્મચારીએ ના પાડી ત્યારે Hajdiniએ કહ્યું હતું કે, "જો તે જલદી મારી સાથે સંબંધો બાંધ્યા નહીં તો હું તને બરબાદ કરી દઈશ. ક્યારેય ના ભૂલતો કે હું તારી બોસ છું."

ધમકીઓ અને બળજબરીનો આરોપ

કેસમાં જણાવાયું છે કે Hajdiniની કર્મચારીને વારંવાર ધમકી આપતી હતી. તેણીએ કથિત રીતે તેને કહ્યું હતું કે તે તેની બોસ છે અને જો તે તેની વાત નહીં માને તો તેનું પ્રમોશન અટકાવી દે છે અને તેનું કરિયર ખતમ કરી દેશે. કર્મચારીએ આરોપ લગાવ્યો કે તેના પર વંશીય ટિપ્પણી પણ કરવામાં આવી હતી. તેણે "બ્રાઉન બોય ઇન્ડિયન" કહેવામાં આવતું હતું અને એમ પણ કહ્યું કે મેનેજમેન્ટ આવા લોકોને પ્રમોટ કરવા માંગતું નથી.

બળજબરી અને ડ્રગ્સ આપવાનો આરોપ

ફરિયાદમાં સૌથી ગંભીર આરોપોમાંનો એક એ છે કે Hajdiniએ કર્મચારીને તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેણીએ એવી દવા આપી હતી જેનાથી તે મજબૂર થઈને સંબંધ બાંધી શકે. કર્મચારીએ જણાવ્યું હતું કે તે ડરને કારણે વિરોધ કરી શક્યો નહીં. એક દિવસ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે પાસેના રૂમમાં રહેલા એક વ્યક્તિએ તેનો અવાજ સાંભળ્યો હતો.

એક એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાના આરોપો

કેસમાં એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં Hajdiniની કર્મચારીના ઘરે ગઈ હતી અને તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીના જણાવ્યા મુજબ, તે રડવા લાગ્યો, પરંતુ Hajdiniએ તેને ચૂપ રહેવા કહ્યું અને તેની મજાક ઉડાવી. ઘટના દરમિયાન તેની પત્ની વિશે વંશીય અને અપમાનજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી.

કંપનીમાં ફરિયાદ અને પ્રતિભાવ

મે 2025માં કર્મચારીએ JPMorgan ને લેખિત ફરિયાદ નોંધાવી હતી. તેણે પોતાની સાથે થયેલા ખરાબ વર્તનને જણાવ્યું હતું અને કહ્યું કે તે સતત થઈ રહ્યું છે.  જોકે, તપાસ બાદ કંપનીએ આ આરોપોને ફગાવી દીધા. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે તપાસમાં આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે ફરિયાદીએ તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો નથી.

વળતરની માંગ અને કાનૂની લડાઈ

કર્મચારીના વકીલે જણાવ્યું છે કે તેના ક્લાયન્ટને આ બાબતથી વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને રીતે નુકસાન થયું છે. તે હવે કોર્ટમાં વળતરની માંગ કરી રહ્યો છે. પરિણામે તેણે પોતાની નોકરી ગુમાવી અને માનસિક તકલીફનો સામનો કરવો પડ્યો. પીડિતના વકીલે એવી પણ દલીલ કરી હતી કે આવી ઘટનાઓને રોકવા માટે કંપનીની નીતિઓ બદલવી જોઈએ.

આરોપી અધિકારીની પ્રોફાઇલ

Lorna Hajdini લગભગ 15 વર્ષથી JPMorgan સાથે છે અને હાલમાં તે લિવરેજ્ડ ફાઇનાન્સ ડિવિઝનની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેણીએ ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને વિવિધ ક્ષેત્રોમાં અનુભવ ધરાવે છે. JPMorgan પહેલાં Lorna Hajdini મેડિકલ ડિરેક્ટરની ઓફિસમાં કામ કરતી હતી. ત્યારબાદ તેણીએ ગ્લેઝર કેપિટલ મેનેજમેન્ટ અને ટ્યુડર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં ઇન્ટર્નશિપ કરી હતી.

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget