(Source: ECI/ABP News/ABP Majha)
Khosta-2 Virus: ચામાચીડિયામાં મળેલો કોવિડ જેવો નવો વાયરસ, કરી શકે છે માનવ જાતિને સંક્રમિત, રિસર્ચમાં કરાયો દાવો
રશિયામાં ચામાચીડિયામાં જોવા મળેલો S-CoV-2 જેવો નવો વાયરસ મનુષ્યોને ચેપ લગાવવામાં સક્ષમ છે અને કોવિડ-19 સામેની રસીઓની તેમના પર કોઈ અસર થતી નથી. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
Coronavirus: રશિયામાં ચામાચીડિયામાં જોવા મળેલો S-CoV-2 જેવો નવો વાયરસ મનુષ્યોને ચેપ લગાવવામાં સક્ષમ છે અને કોવિડ-19 સામેની રસીઓની તેમના પર કોઈ અસર થતી નથી. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.
રિસર્ચકે શું કહ્યું
વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી (WSU) ના સંશોધકોની ટીમે શોધી કાઢ્યું છે કે ચામાચીડિયામાં મળેલા વાયરસ ખોસ્ટા-2માં સ્પાઇક પ્રોટીન હોય છે. જે માનવ કોષોને સંક્રમિત કરી શકે છે અને સાર્સ-કોવ-2 સામે રસી અપાયેલા લોકોમાંથી લોહીનું સીરમ એકત્રિત કરી શકે છે. કોઈપણ વાયરસ માનવ કોશિકાઓમાં પ્રવેશવા અને સંક્રમિત કરવા માટે સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે.
અધ્યયનના લેખક માઈકલ લેટકોએ જણાવ્યું કે, "અમારું સંશોધન એ પણ દર્શાવે છે કે એશિયાની બહારના વન્યજીવોમાં જોવા મળતા સાર્બેકોવાયરસ વૈશ્વિક સ્વાસ્થ્ય અને SARS-CoV-2 સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન માટે પણ ખતરો છે. પશ્ચિમ રશિયા જેવા સ્થળોએ પણ આવી જ સ્થિતિ જોવા મળી છે, અહીં ખોસ્તા-2 મળી આવ્યો છે.
PLOS પેથોજેન્સ જર્નલમાં પ્રકાશિત થયેલો અભ્યાસ, SARS-CoV-2 ના માત્ર જાણીતા સ્વરૂપોને બદલે સામાન્ય રીતે સર્બેકોવાયરસ સામે રક્ષણ પૂરું પાડતી વૈશ્વિક રસીઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
માઇકલ લેટકોએ કહ્યું "આ ક્ષણે કેટલાક જૂથો એક રસી વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ફક્ત S-2 ના નવા પ્રકાર સામે રક્ષણ આપે છે, પરંતુ વાસ્તવમાં સામાન્ય રીતે સર્બેકોવાયરસ સામે રક્ષણ આપે છે. દુર્ભાગ્યવશ, આપણી વર્તમાન રસીઓમાંની ઘણી ચોક્કસ વાયરસ માટે બનાવવામાં આવી છે, જે આપણે જાણીએ છીએ કે માનવ કોષોને સંક્રમિત કરી શકે છે અથવા આપણને ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 129 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.51 ટકા થયો છે. 4688 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 415 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 298 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 530 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 68 લાખ 35 હજાર 714 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11 લાખ 67 હજાર 772 ડોઝ અપાયા હતા.