ફ્રાન્સઃ G-7 સમિટમાં US રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા PM મોદી, કહ્યુ- કાશ્મીર દ્ધિપક્ષીય મુદ્દો, મધ્યસ્થીની નથી જરૂર
નોંધનીય છે કે ટ્રમ્પ અનેકવાર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની વાત કરી ચૂક્યા છે.
વડાપ્રધાને કહ્યુ કે, ભારત અને અમેરિકા બંન્ને લોકતાંત્રિક મૂલ્યોને લઇને ચાલનાર દેશ છે અને કોઇ સંજોગોમાં સાથે મળીને શું યોગદાન આપી શકે છે તેના પર ચર્ચા ચાલતી રહી છે કાશ્મીર મુદ્દે પૂછાયેલા સવાલોના જવાબમાં વડાપ્રધાને કહ્યુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક દ્ધિપક્ષીય મુદ્દા છે. પાકિસ્તાનમાં ચૂંટણી બાદ પાકિસ્તાની વડાપ્રધાન સાથે મેં ફોન પર વાત કરી અને કહ્યુ હતું કે પાકિસ્તાનને બીમારી, ગરીબી અને અશિક્ષણ વિરુદ્ધ લડવાનું છે. બંન્ને સાથે મળીને તેના વિરુદ્ધ લડશે. બંન્ને દેશોના લોકોના ભલા માટે કામ કરશે.#WATCH: US President Donald Trump during bilateral meet with PM Modi at #G7Summit says,"We spoke last night about Kashmir, Prime Minister really feels he has it under control. They speak with Pakistan and I'm sure that they will be able to do something that will be very good." pic.twitter.com/FhydcW4uK1
— ANI (@ANI) August 26, 2019
ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, અમે કાશ્મીર મુદ્દા પર વાત કરી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે તમામ બાબતો પુરી રીતે નિયંત્રણમાં છે. મને આશા છે કે તે કાંઇક સારુ કરવામાં સફળ રહેશે. વડાપ્રધાન મોદી સાથે ગઇ રાત્રીએ અમે કાશ્મીર પર ચર્ચા કરી હતી. મને આશા છે કે ભારત અને પાકિસ્તાન સાથે મળીને સમસ્યાઓને ઉકેલી લેશે.US President Donald Trump during bilateral meet with PM Modi at #G7Summit: We spoke last night about Kashmir, Prime Minister really feels he has it under control. They speak with Pakistan and I'm sure that they will be able to do something that will be very good. pic.twitter.com/eMs7lOVYq3
— ANI (@ANI) August 26, 2019
તાજેતરમાં જ ટ્રમ્પ બે વખત કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતા કરવાની વાત કરી ચૂક્યા છે. પરંતુ ભારતે આ પ્રકારના કોઇ પણ પગલાનો વિરોધ કરતા તેને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો બતાવ્યો હતો.Prime Minister Narendra Modi during bilateral meeting with US President Donald Trump at #G7Summit: India and Pakistan were together before 1947 and I'm confident that we can discuss our problems & solve them, together. https://t.co/QVQQXn1gp6
— ANI (@ANI) August 26, 2019