શોધખોળ કરો
Advertisement
અહો !... સંસદના ચાલુ સત્રમાં જ સાંસદે ગર્લફ્રેન્ડને લગ્ન માટે કર્યું પ્રપોઝ, વીડિયો થયો વાયરલ
સાંસદે સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં તેમણે વીંટી પણ કાઢી હતી અને એલિસા ડી લિયોને કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો ?
ઈટલી: તમે ખાસ કરીને ક્રિકેટ, ફૂટબોલ કે અન્ય કોઈ રમત દરમિયાન ઘણીવાર લોકોને પોતાની પ્રેમિકાને પ્રેમનો ઈઝહાર કરતા જોયા કે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે કોઈ સાંસદે સંસદના ચાલુ સત્ર દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હોય ?. ઈટાલીની સંસદમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાંસદનો પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવાનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
ઈટાલીમાં સાંસદ ફ્લેવિયો ડી મુરોએ સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં તેમણે વીંટી પણ કાઢી હતી અને એલિસા ડી લિયોને કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો ? આ દ્રશ્યને ત્યાં હાજર બધા હેરાન થઈ ગયા હતા અને બાદમાં હસવા લાગ્યા હતા. એલિસા પણ ફ્લેવિયોના લગ્નનો પ્રપોઝલને હા કહ્યું હતું. જેના બાદ ઇટાલિયન સંસદના તમામ સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
જો કે,સંસદના સ્પીકર રૉબર્ટો ફિકોએ ચર્ચા દરમિયાન લગ્નનો પ્રપોઝ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું તમારા આ કાર્યથી પ્રભાવિત થયો પરંતુ ચાલુ સત્રમાં હસ્તક્ષેપ કરવું ઠીક નથી.Interviene sull'ordine dei lavori e dice: "Elisa, mi vuoi sposare?". Pare che la fortunata abbia risposti sì.
— Antonello Mastino (@mastaccio) November 28, 2019
Auguri all'On. Flavio Di Muro, solidarietà al Presidente @Roberto_Fico perché deve gestire l'Aula nella legislatura più trash della storia d'Italia. pic.twitter.com/vk1Vy8kT1n
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement