![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Myanmar Navy Base: અંદમાન નજીક દ્વીપ પર મ્યાનમાર બનાવી રહ્યું છે નેવી બેસ
અંદમાન અને નિકોબારથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત આ ટાપુ પર મ્યાનમાર ઈન્ટેલિજન્સ નેવલ (નેવી) બેઝ બનાવી રહ્યું છે
![Myanmar Navy Base: અંદમાન નજીક દ્વીપ પર મ્યાનમાર બનાવી રહ્યું છે નેવી બેસ Myanmar Navy Base: Is China building a military base at Myanmar’s Coco Island just 55-km from Andamans? Myanmar Navy Base: અંદમાન નજીક દ્વીપ પર મ્યાનમાર બનાવી રહ્યું છે નેવી બેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/01/c92c3f64a806b953d133cf1796145ea8168034479842374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coco Island: અંદમાન અને નિકોબાર નજીક મ્યાનમારના કોકો આઇલેન્ડ પાસે મોટા પાયે સૈન્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અનેક શંકાઓને જન્મ આપે છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરના મહિનાઓમાં અહીં રનવે, હેંગર અને રડાર સ્ટેશન સહિત અન્ય બાંધકામો થઈ રહ્યા છે. સેટેલાઇટથી લેવામાં આવેલી તાજેતરની તસવીરોમાં આ અંગેનો ખુલાસો થઇ રહ્યો છે.
અંદમાન અને નિકોબારથી લગભગ 60 કિલોમીટર દૂર સ્થિત આ ટાપુ પર મ્યાનમાર ઈન્ટેલિજન્સ નેવલ (નેવી) બેઝ બનાવી રહ્યું છે. લેટેસ્ટ સેટેલાઇટ તસવીરોમાં નવું બાંધકામ જોવા મળી રહ્યું છે. આ બાંધકામોમાં 2,300 મીટરનો રનવે સ્પષ્ટ દેખાય છે. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિષ્ણાતો કોકો ટાપુ પર આવી નવી ગતિવિધિઓ પાછળ ચીનનો હાથ હોવાનું જણાવી રહ્યા છે.
નોંધપાત્ર રીતે અંદમાન અને નિકોબાર ટાપુઓ ભારતના પૂર્વ કિનારેથી 1,200 કિમી દૂર છે. નોંધનીય છે કે ભારત તેની તરફથી 572 દ્વીપવાળા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. જેના કારણે ચીન ક્યાંક ને ક્યાંક નારાજ છે. આવી સ્થિતિમાં તે કોઈપણ નવી યુક્તિ અજમાવી શકે છે.
શું ચીન ભારતની જાસૂસી કરી રહ્યું છે?
કોકો દ્વીપ ભારતીય દ્વીપસમૂહની ઉત્તર તરફ લગભગ 42-55 કિમી દૂર આવેલું છે. હંમેશા એવી આશંકા સતાવી રહી છે કે ચીન આ ટાપુનો ઉપયોગ ભારતની જાસૂસી માટે કરી રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એક અધિકારીએ કહ્યું કે જો ચીન કોકો ટાપુઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પાછળ છે તો તે સ્વાભાવિક રીતે જ ભારત માટે મોટી ચિંતાનો વિષય હશે.
અંદમાન અને નિકોબાર ટાપુઓનું પોતાનું વ્યૂહાત્મક મહત્વ છે. આ જ કારણ છે કે ભારત અહીં પોતાના નૌકાદળના બેઝને વિકસાવી રહ્યું છે. હાલમાં આ વિસ્તારમાં સાત એરફોર્સ અને નેવી બેઝ માટે કામ ચાલી રહ્યું છે.
Donald Trump Money Hush: ટ્રમ્પ કરી શકે છે સરેન્ડર ! કેસની મંજૂરી મળ્યા બાદ હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પાસે શું છે વિકલ્પો?
Donald Trump Money Hush: ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે 2016 માં પોર્ન સ્ટાર ડેનિયલ્સ સ્ટોર્મને ચૂપ કરવા માટે તેના વકીલને ચૂકવણી કરી હતી. ન્યૂયોર્ક ગ્રાન્ડ જ્યુરીએ આ કેસની સુનાવણી કરતા ટ્રમ્પ સામે અપરાધિક કેસને મંજૂરી આપી દીધી છે. હવે જો ટ્રમ્પ આત્મસમર્પણ નહીં કરે તો તેમની ધરપકડ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ આવતા સપ્તાહે મંગળવારે (4 એપ્રિલ) કોર્ટમાં સરેન્ડર કરી શકે છે. આ માટે તે કોર્ટના અધિકારીઓ સમક્ષ પોતાની જાતને રજૂ કરવા માટે હાજર રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ અથવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમના પર ફોજદારી કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગના કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ટ્રમ્પના વકીલે તેમના સરેન્ડર અને હાજર રહેવા સંબંધિત બાબતો માટે સંપર્ક કર્યો હતો. જો ટ્રમ્પની ધરપકડ થશે તો તેઓ ધરપકડ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ લાગ્યા બાદ આગળની પ્રક્રિયા માટે ઘણા પગલા ભરવા પડશે. ફોજદારી કેસ દરમિયાન ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવાના રહેશે. તેઓએ નામ અને જન્મતારીખ સંબંધિત માહિતી શેર કરવાની રહેશે. તેઓને તેમના વતી કેસ મજબૂત કરવા માટે પોતાનો પક્ષ રજૂ કરવાની સ્વતંત્રતા આપવામાં આવશે. જો કે, કોઈપણ આરોપીને કેટલાક કલાકો સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે. મતલબ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પને પણ કસ્ટડીમાં રાખવા પડશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)