NASAની મોટી જાહેરાત... ફેબ્રુઆરીમાં SpaceXના ડ્રેગન સ્પેસક્રાફ્ટથી પૃથ્વી પર પરત આવશે સુનીતા વિલિયમ્સ
NASA એ જાહેરાત કરી છે કે તે સુનીતા વિલિયમ્સને સ્પેસ સ્ટેશનથી ફેબ્રુઆરીમાં પૃથ્વી પર લાવશે. આ માટે તે SpaceXના ડ્રેગન ક્રૂ કેપ્સ્યૂલની મદદ લેશે.
NASA Sunita Williams mission: સુનીતા વિલિયમ્સ પૃથ્વી પર SpaceXના ડ્રેગન ક્રૂ કેપ્સ્યૂલ દ્વારા આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરશે. આ વાતની જાહેરાત અમેરિકી અવકાશ એજન્સી NASA એ કરી દીધી છે. નાસાના પ્રમુખ બિલ નેલ્સને કહ્યું કે આ બંને અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે Crew 9 સાથે પૃથ્વી પર પાછા ફરશે.
"NASA has decided that Butch and Suni will return with Crew-9 next February."@SenBillNelson and agency experts are discussing today's decision on NASA's Boeing Crew Flight Test. Watch live with us: https://t.co/M2ODFmLuTj pic.twitter.com/J2qvwOW4mU
— NASA (@NASA) August 24, 2024
5 જુલાઈ 2024... જ્યારે એક ખરાબ કેપ્સ્યૂલ અથવા સ્પેસક્રાફ્ટથી કોઈક રીતે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમોર. આઠ દિવસ રોકાવાનો પ્લાન હતો. પરંતુ બોઈંગના સ્ટારલાઈનર કેપ્સ્યૂલ, જેનાથી ઉપર ગયા હતા, તે જ ખરાબ થઈ ગયું. હવે યાત્રા 8 મહિનામાં બદલાઈ ચૂકી છે. હવે આ બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નીચે આવશે.
આ પણ વાંચોઃ
જો Google પર આ ત્રણ વસ્તુઓ શોધી તો જેલમાં જઈ શકો છો! હમણાં જ જાણો વિગતો