શોધખોળ કરો

પૃથ્વી તરફ ખાબકી રહ્યું છે 'બ્રહ્માસ્ત્ર', નાસા તેને બચાવવા માટે 30,000 કરોડ ખર્ચ કરશે, જાણો તે શું છે

nasa swift telescope rescue mission: 2004 માં લોન્ચ થયેલું આ 'બ્રહ્માસ્ત્ર' પોતાની ભ્રમણકક્ષા ગુમાવી રહ્યું છે; પેગાસસ રોકેટની મદદથી ફરીથી સુરક્ષિત કક્ષામાં સ્થાપિત કરાશે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નાસાનું સ્વિફ્ટ ટેલિસ્કોપ ભ્રમણકક્ષા ગુમાવી પૃથ્વી તરફ આવી રહ્યું.
  • ₹30,000 કરોડના ખર્ચે પેગાસસ રોકેટ બૂસ્ટર આપી બચાવશે.
  • સ્વિફ્ટ બ્રહ્માંડના વિસ્ફોટો નિહાળે, અત્યંત મહત્વપૂર્ણ માહિતી આપે.
  • ઓક્ટોબર સુધીમાં બચાવ મિશન પૂર્ણ થશે, હબલ પણ જોખમમાં.

nasa swift telescope rescue mission: અમેરિકન અવકાશ એજન્સી નાસા (NASA) નું અત્યંત મહત્વપૂર્ણ ગણાતું 'સ્વિફ્ટ ટેલિસ્કોપ' (Swift Telescope) હાલમાં મોટા જોખમનો સામનો કરી રહ્યું છે. આ ઉપગ્રહ પોતાની ભ્રમણકક્ષામાંથી ધીમે ધીમે પૃથ્વી તરફ નીચે આવી રહ્યો છે અને જો સમયસર પગલાં લેવામાં ન આવે તો તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ સળગીને ખાખ થઈ શકે છે. બ્રહ્માંડની અનેક રહસ્યમય ઘટનાઓની માહિતી આપતા આ ટેલિસ્કોપને બચાવવા માટે નાસાએ આશરે 30,000 કરોડ રૂપિયા (30 બિલિયન ડોલર) ના જંગી ખર્ચે એક મોટું રેસ્ક્યુ મિશન શરૂ કરવાની તૈયારી કરી છે.

બેટરી અને સોલાર પેનલ નબળા પડ્યા, પેગાસસ રોકેટથી મળશે બૂસ્ટર

વર્ષ 2004 માં લોન્ચ કરવામાં આવેલું સ્વિફ્ટ ટેલિસ્કોપ બે દાયકાથી વધુ સમયથી સતત કાર્યરત છે. જો કે, આટલા લાંબા સમય બાદ હવે તેની બેટરી નબળી પડી ગઈ છે અને સોલાર પેનલ પણ પહેલા જેટલી કાર્યક્ષમ રહી નથી, જેના કારણે તે ધીમે ધીમે પોતાની ભ્રમણકક્ષા ગુમાવી રહ્યું છે. આ જૂના પરંતુ સક્રિય ઉપગ્રહને બચાવવા માટે નાસાએ 'કેટાલિસ્ટ સ્પેસ ટેક્નોલોજીસ' (Catalyst Space Technologies) કંપનીને મોટી જવાબદારી સોંપી છે. આ કંપની પેગાસસ (Pegasus) રોકેટનો ઉપયોગ કરીને સ્વિફ્ટને એક વિશિષ્ટ બૂસ્ટર સિસ્ટમ પૂરી પાડશે, જેથી તેને ફરીથી ઉપરની સુરક્ષિત ભ્રમણકક્ષામાં ધકેલી શકાય.

સ્વિફ્ટ બ્રહ્માંડના વિસ્ફોટો પર રાખે છે નજર, નાસા તેને ગુમાવવા માંગતું નથી

અવકાશ વિજ્ઞાન માટે સ્વિફ્ટ ટેલિસ્કોપ કોઈ 'બ્રહ્માસ્ત્ર' થી કમ નથી. તે બ્રહ્માંડમાં થતા અત્યંત શક્તિશાળી વિસ્ફોટો, ખાસ કરીને 'ગામા-રે વિસ્ફોટો' (Gamma-ray bursts) અને અન્ય મહત્ત્વની અવકાશી ઘટનાઓ પર સતત બારીક નજર રાખે છે. તે હજુ પણ બ્રહ્માંડ વિશે મહત્વપૂર્ણ માહિતી પૃથ્વી પર મોકલી રહ્યું હોવાથી નાસા માટે તેને બચાવવું પ્રાથમિકતા બની ગયું છે.

આ રેસ્ક્યુ મિશન અંગે નાસાના વિજ્ઞાન વડા નિક ફોક્સે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "સ્વિફ્ટ અત્યંત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે, અને નાસા કોઈપણ ભોગે તેને ગુમાવવા માંગતું નથી." વૈજ્ઞાનિકોના મતે, સપ્ટેમ્બર મહિના સુધીમાં ટેલિસ્કોપની ભ્રમણકક્ષામાં સુધારો કરવો જરૂરી છે અને નાસાને આશા છે કે બચાવ કામગીરીનું આ મિશન ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જશે.

આ પણ વાંચોઃ 433 વર્ષ સુધી ચાલશે આ બેટરી! નાસાની નવી ન્યુક્લિયર ટેક્નોલોજીએ દુનિયાને કરી દીધી આશ્ચર્યચકિત

36 વર્ષ જૂનું હબલ ટેલિસ્કોપ પણ જોખમમાં

ઇતિહાસમાં પહેલીવાર કોઈ જૂના ઉપગ્રહને બચાવવા માટે આવું અનોખું અવકાશ મિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે માત્ર સ્વિફ્ટ જ નહીં, પરંતુ નાસાનું અત્યંત પ્રખ્યાત અને લોકપ્રિય હબલ સ્પેસ ટેલિસ્કોપ (Hubble Space Telescope) પણ હવે જોખમમાં છે. લગભગ 36 વર્ષ જૂનું થઈ ચૂકેલું હબલ ટેલિસ્કોપ પણ ધીમે ધીમે વૃદ્ધ થઈ રહ્યું છે અને આવનારા સમયમાં તેને પણ આવી જ જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ પૃથ્વી પરથી ઓક્સિજન થશે ખતમ: વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો, નાસાએ જણાવ્યું જીવનનો અંત ક્યારે થશે?

Frequently Asked Questions

સ્વિફ્ટ ટેલિસ્કોપ શા માટે ખતરામાં છે?

૨૦૦૪ માં લોન્ચ થયેલું સ્વિફ્ટ ટેલિસ્કોપ બે દાયકાથી કાર્યરત છે. તેની બેટરી અને સોલાર પેનલ નબળા પડવાને કારણે તે ધીમે ધીમે પોતાની ભ્રમણકક્ષા ગુમાવી રહ્યું છે.

નાસા સ્વિફ્ટ ટેલિસ્કોપને કેવી રીતે બચાવશે?

નાસા 'કેટાલિસ્ટ સ્પેસ ટેક્નોલોજીસ' કંપનીની મદદ લેશે. પેગાસસ રોકેટનો ઉપયોગ કરીને સ્વિફ્ટને વિશિષ્ટ બૂસ્ટર સિસ્ટમ પૂરી પાડવામાં આવશે જેથી તેને ફરી સુરક્ષિત ભ્રમણકક્ષામાં ધકેલી શકાય.

સ્વિફ્ટ ટેલિસ્કોપનો મુખ્ય હેતુ શું છે?

સ્વિફ્ટ ટેલિસ્કોપ બ્રહ્માંડમાં થતા અત્યંત શક્તિશાળી વિસ્ફોટો, ખાસ કરીને 'ગામા-રે વિસ્ફોટો' અને અન્ય મહત્ત્વની અવકાશી ઘટનાઓ પર નજર રાખે છે. તે બ્રહ્માંડ વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે.

આ બચાવ મિશનનો કેટલો ખર્ચ થશે?

આ મોટા રેસ્ક્યુ મિશન માટે નાસાએ આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા (૩૦ બિલિયન ડોલર) નો જંગી ખર્ચ કરવાનું આયોજન કર્યું છે. નાસા કોઈપણ ભોગે તેને ગુમાવવા માંગતું નથી.

ટોપ સ્ટોરી

War Update: સમાપ્ત થવાનું છે રશિયા-યુક્રેન યુદ્ધ ? ભારત નિભાવી રહ્યું છે મુખ્ય ભૂમિકા
War Update: સમાપ્ત થવાનું છે રશિયા-યુક્રેન યુદ્ધ ? ભારત નિભાવી રહ્યું છે મુખ્ય ભૂમિકા
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'

વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ, રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન
શેર બજારમાં તેજી, ઓપનિંગમાં આજે હરિયાળી, સેંસેક્સ નિફ્ટીમાં ઉછાળો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
U19 Asia Cup 2026: શું ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં ટકરાશે કે નહીં? આ દિવસે થશે નિર્ણય
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
એર ઈન્ડિયાની મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં હાઈજેકની ધમકી, ટોઈલેટના મિરર પર લખ્યો મેસેજ
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
PM Modi Ambaji Visit: પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 14 તારીખે અંબાજીમાં કરશે દર્શન
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
Kirti Azad: ટીએમસી સાંસદ કીર્તિ આઝાદનો રામ ભગવાન અંગે બફાટ, કહ્યું- 'શું માત્ર રામ જ ભગવાન છે?'
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
શું HDFC બેન્કમાં ચાલી રહી છે તમારી લોન? બેન્કે વધાર્યા વ્યાજ દરો, વધશે EMI
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
Train Accident: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
સુરતમાં ચોંકાવનારી ઘટના! ચાલુ લક્ઝરી બસમાંથી પટકાયું માસૂમ બાળક
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
8th Pay Commission: આઠમું પગાર પંચ લાગુ થતા અગાઉ નિવૃત થઈ જાવ તો ?એરિયર-પેન્શનનો નિયમ સમજો
Embed widget