શોધખોળ કરો
Advertisement
નેપાળમાં મોટું રાજકીય ઉથલપાથલ, પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સંસદ ભંગ કરવાનો લીધો નિર્ણય
રવિવારે સવારે કેન્દ્રીય મંત્રીમંડળની ઈમરજન્સી મીટિંગ બાદ પીએમ કેપી શર્માએ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ મોકલવાનો નિર્ણય કર્યો છે.
કાઠમાંડુ: નેપાળમાં એકવાર ફરી રાજકીય તણાવ વધતો નજર આવી રહ્યો છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ આજે સવારે એક તાત્કાલીક બેઠક બોલાવીને સંસદ ભંગ કરવાની ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રી બરશમેને કહ્યું કે, આ ભલામણ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી છે.
રવિવારે સવારે કેન્દ્રીય મંત્રીમંડળની ઈમરજન્સી મીટિંગ બાદ પીએમ કેપી શર્માએ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ મોકલવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે નેપાળના સંવિધાનમાં આ પ્રકારની કોઈ કલ્પના કરવામાં આવી નથી.
શુ છે મામલો
મળતી જાણકારી મુજબ, ઓલી પર સંવિધાનિક પરિષદ અધિનિયમ સંબંધિત એક અધ્યાદેશને પરત લેવાનું દબાણ હતું. આ અધ્યાદેશને મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ મંજૂરી આપી દીધી હતી. ઓલીની જ્યારે રવિવારે સવારે 10 વાગ્યે કેબિનેટની તાત્કાલિક બેઠક બોલાવી હતી ત્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ અધ્યાદેશને બદલવા માટે ભલામણ કરશે. પરંતુ ઓલી સરકારે સંસદને જ ભંગ કરવાનો નિર્ણય લીધો છે.
એક મંત્રીના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળની બેઠક શરુ થતાની સાથેજ ઓલીએ જાહેરાત કરી દીધી હતી કે, તેઓ સદન ભંગ કરવાની ભલામણ રાષ્ટ્રપતિને કરવાના છે. જો કે, કોઈએ વિરોધ પણ નહોતો કર્યો. આ પહેલા ઓલીએ શનિવારે પાર્ટી અધ્યક્ષ પુષ્મા કમલ દહલ, બપોરે સચિવાલયના સભ્ય રામ બહાદુર થાપા અને સાંજે રાષ્ટ્રપતિ ભંડારી સાથે બેઠક કરી હતી. કારણ કે, બંધારણમાં સદનના વિઘટનની કોઈ જોગવાઈ નથી. તેથી આ પગલાને કોર્ટમાં પડકાર આપી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement