શોધખોળ કરો
Advertisement
કોરોના મુક્ત થઇ ગયેલા આ દેશમાં 102 દિવસ બાદ ફરીથી આવ્યો કોરોનાને પહેલો કેસ, આખા દેશમાં લૉકડાઉન જાહેર
પહેલા કેસ સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડની સરકાર હરકતમાં આવી છે, અને સંક્રમણને ફેલાતુ રોકવા માટે ફરી એકવાર આખા દેશમાં ફરી એકવાર લૉકડાઉન લદાવી દેવામાં આવ્યુ છે
વેલિંગટનઃ દુનિયાના કેટલાકે દેશમાં કોરોના નથી, અને કેટલાક દેશો દાવો કરી રહ્યા છે કે તે કોરોનાથી મુક્ત થઇ ચૂક્યા છે. આવો જ દાવો ન્યૂઝિલેન્ડે કર્યો હતો. પરંતુ હવે સમાચાર છે કે, અહીં કોરોના ફરીથી વકર્યો છે. ન્યૂઝીલેન્ડમાં 102 દિવસ બાદ ફરી એકવાર કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે, એટલે કે ન્યૂઝીલેન્ડમાં ફરી એકવાર કોરોનાનુ સંક્રમણ ફેલાવવાનો ખતરો છે.
પહેલા કેસ સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડની સરકાર હરકતમાં આવી છે, અને સંક્રમણને ફેલાતુ રોકવા માટે ફરી એકવાર આખા દેશમાં ફરી એકવાર લૉકડાઉન લદાવી દેવામાં આવ્યુ છે. સાથે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા તમામ લોકોને પણ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, આ પહેલા પહેલો કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો કેસ 1લી મેએ સામે આવ્યો હતો.
આખી દુનિયા જ્યા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે, ત્યારે માત્ર 50 લાખની વસ્તી ધરાવતો ન્યૂઝીલેન્ડ દેશમાં ફેબ્રુઆરીમાં પહેલો કેસ સામે આવ્યો હતો. આ પછી અત્યાર સુધી સંક્રમણના 1570 કેસો નોંધાઇ ચૂક્યા હતા. તેમાં 1526 લોકો સાજા થઇ ગયા હતા, અને 22 લોકોના મોત થયા હતા. જોકે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડને અસરકારક પગલા ભરીને કોરોના પર ઝડપથી કાબુ મેળવી લીધો હતો, અને બાદમાં ન્યૂઝીલેન્ડને કોરોના મુક્ત પણ જાહેર કરાયો હતો. ઓછા સમયમાં કોરોના પર કાબુ મેળવવાને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સહિત કેટલાય દેશોએ ન્યૂઝીલેન્ડની પ્રસંશા કરી હતી.
ન્યૂઝીલેન્ડની પીએમ જેસિન્ડા આર્ડે દેશમાં કોરોના પર કાબુ મેળવવાને લઇને મોટા પગલા ભર્યા, તેમને કહ્યું કે અમે અમારી બહારના દેશ માટેની બોર્ડર સીલ કરી દીધી હતી, જે લોકો પ્રવેશ કરે છે તેમને બે અઠવાડિયા સુધી સરકારી ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા. આ નિયમ માત્ર ન્યૂઝીલેન્ડના નાગરિકો માટે જ લાગુ કર્યો હતો, કેમકે વિદેશી નાગરિકોની એન્ટ્રી પર તો 20 માર્ચથી જ બેન લગાવી દેવામાં આવ્યો છે. અમે દેશમાં સોશ્યલ ડિસ્ટેન્સિંગનુ જબરદસ્ત રીતે પાલન કરાવ્યુ હતુ, 28 ફેબ્રઆરીએ ન્યૂઝીલેન્ડમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement