(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: ઓમિક્રોનના કારણે આ દેશના પ્રધાનમંત્રીએ તેમના લગ્ન કર્યા રદ્દ, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી અડર્ને, ઓમિક્રોનના પ્રકોપને જોતા ક્લાર્ક ગેફોર્ડ સાથે થનારા લગ્ન પણ રદ્દ કરી દીધા છે. આ લગ્ન આગામી સપ્તાહે ગિસ્બોર્નમાં થવાના હતા
New Zealand PM Jacinda Ardern cancels her wedding: ન્યૂઝીલેન્ડમાં કોરોનાના વધતાં કહેરને લઈ રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આ કારણે પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને તેમના લગ્ન પણ રદ્દ કર્યા છે. ધ ગાર્ડિયન અખબારે પીએમ અડર્નના હવાલાથી તેમના રિપોર્ટમાં કહ્યું કે, ઓમિક્રોનને ન્યૂઝીલેન્ડમાં કહેર મચાવ્યો છે અને કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે. તેથી દેશને હાઈલ લેવલ રિસ્ટ્રીક્શન પર રાખવામાં આવશે.
પ્રધાનમંત્રી અડર્ને, ઓમિક્રોનના પ્રકોપને જોતા ક્લાર્ક ગેફોર્ડ સાથે થનારા લગ્ન પણ રદ્દ કરી દીધા છે. આ લગ્ન આગામી સપ્તાહે ગિસ્બોર્નમાં થવાના હતા. તેમણે એમ પણ કહ્યું, અમે કોરોનાનો પ્રસાર અટકાવવા શક્ય તમામ પગલાં લઈશું. ઓકલેન્ડમાં ઓમિક્રોનના નવા મામલા સામે આવ્યા છે. રવિવારે મધરાતથી દેશને રેડ એલર્ટમાં મૂકવામાં આવશે.
New Zealand PM Jacinda Ardern cancels her wedding amid new Omicron restrictions: Reuters pic.twitter.com/Zrn1ngHQOW
— ANI (@ANI) January 23, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 73,804 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે. દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કુલ એક્ટિવ કેસઃ 21,87,205
કુલ ડિસ્ચાર્જઃ 3,65,60,650
કુલ મૃત્યુઆંકઃ 4,89,409
કુલ રસીકરણઃ 161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)