શોધખોળ કરો
Advertisement
UKમાં કોરોનાનો નવો ‘સ્ટ્રેન’ જોવા મળતા ફફડાટ, પાડોશી દેશોએ ફ્લાઈટ, રેલ્વે સેવા અટકાવી
પ્રધાનમંત્રીએ દેશમાં 30 ડિસેમ્બર સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે તાત્કાલિક આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે.
આ સાથે જ બ્રિેટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. નેંધરલેંડ અને બેલ્જિયમે આજથી બ્રિટેનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
એટલું જ નહીં પણ બ્રિટેન સાથે સાથે જોડતી રેલ સેવા પણ સ્થગિત કરી દીધી છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને 30 ડિસેમ્બર સુધી લોકડાઉન ડાઉન જાહેર કરી દીધુ છે. લંડન અને સાઉથ ઈસ્ટ ઈંગ્લેંડના તમામ વિસ્તારોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ પ્રમાણમાં ઓછા આવી રહ્યા છે. બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતા વધુ કેસ આવી રહ્યાં છે. ભારતમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે.
ગઈકાલે 26,624 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 341 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, વધુ 29,690 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement